દેશની રક્ષા કાજે શહીદો વ્હોરનાર આહીર સમાજના 114 જવાનોને શ્રઘ્ધાંજલી અર્પવા સૌરાષ્ટ્રભરમાં આહીર શોર્ય દિનની ઉજવણી કરાઇ
સન 1962માં ચીન અને ભારત વચ્ચેનાં યુદ્ધમાં ચીનનાં 1300થી વધુ સૈનિકોને મોતને ઘાટ ઉતારનાર અને દેશની રક્ષા કાજે શહિદી વ્હોરનાર આહીર સમાજનાં 114 જવાનો અને ર્માં ભોમની રક્ષા માટે બલિદાન આપનાર દેશના તમામ શૂરવીરોને શ્રદ્ધાંજલી અર્પવા આહીર સમાજનાં લોકો આજે શહીદોને શ્રદ્ધાંજલી અર્પવા આહીર શૌર્ય દિવસ ઉજવણી કરી હતી
આશરા ધર્મ માટે વિખ્યાત આહીર સમાજ, આશરા ધર્મ માટે પોતાની જાનની પણ પરવા કરતો નથી. તેવી જ એક ઘટના 18/11/1962માં બની અને કાશ્મીરનાં લદાખને બચાવવા માટે આહીર સમાજનાં 114 જવાનો શહિદ થયા. રેજાંગલા યુદ્ધનાં ઈતિહાસમાં એક નજર કરીએ તો આજથી 57 વર્ષ પહેલા એટલે કે 18/11/1962નાં લદાખની ચુશુલ ઘાટીમાં પ્રવેશનો રસ્તો રેજાંગલામાં ભારતીય સેનાની 13 કુમાઉનાં 120 જવાનોએ મેજર શૈતાનસિંહની આગેવાનીમાં ચીનનાં 1300થી વધુ સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યા. ચીનની પીએલએનાં અંદાજે 5 થી 6 હજાર સૈનિકોને ભારતનાં 120 જવાનો ભારે પડયા અને ચીનનાં 1300 સૈનિકોને ઠાર કર્યા. માતૃભૂમિની રક્ષા કાજે લડી રહેલા 120 જવાનોમાંથી 115 શહીદ થયા.
જે જગ્યાએ આ યુદ્ધ લડાયું અને કુમાઉ રેજીમેન્ટના 114 જવાનોએ શહીદી વહોરી એ સ્થાન પર આજે એક સ્મારક અડીખમ ઉભું છે જે કુમાઉ રેજીમેન્ટની શૌર્યગાથાની યાદ અપાવી રહ્યું છે. એ સ્મારક પર વીર શહીદોને નમન કરવા જનાર દેશવાસીઓ સિવાયના લોકોને પણ એ યુદ્ધની રોચક છતાં શૌર્યપૂર્ણ ગાથાની જાણકારી મળી રહે છે. સૌરાષ્ટ્રભરમાં આહિર શોર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટની પી.ડી. એમ. કોલેજ ખાતે આહિર સમાજના લોકોએ સફેદ વસ્ત્રો પહેરી શહીદોને શ્રઘ્ધાંજલી અર્પી જેમાં રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવ સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને શહીદોને શ્રઘ્ઘંજલી પાઠવી છે
આહીર સમાજ વૈચારીક ક્રાંતિ ગ્રુપે શહિદોના સન્માનમાં મૌન પાળ્યું
આહીર શૂરવીરતા યાદ કરવા “આહીર સમાજ વૈચારિક ક્રાંતિ” ગ્રુપ ગીર સોમનાથ દ્વારા ઉના ખાતે “આહીર શૌર્ય દિન” ની ઉજવણી કરી આહીર વીર શાહિદ ને યાદ કરવામાં આવ્યા. આ પ્રસંગે “આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ” ઉના તાલુકા ક્ધવીનર પુજાભાઈ લાખનોત્રા, મનુભાઈ રામ, ભરતભાઈ રામ, ભગવાનભાઈ વિગેરે યુવાનો હાજર રહ્યા. મીણબત્તી પ્રગટાવી વીરોને યાદ કર્યા, બે મિનિટના મૌન સાથે શહીદોને સન્માન આપ્યું..