બીજા સેમિફાઇનલમાં ફ્રાન્સે મોરોક્કોને 2-0થી મ્હાત આપી !!!
ફીફા વિશ્વકપ 2022નો બીજા સેમી ફાઈનલ મુકાબલામાં ફ્રાન્સ અને મોરોક્કો વચ્ચે રમાયો હતો. જેમાં મોરોક્કોને 2-0થી હરાવીને ફ્રાંસે ફાઈનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો હતો. આજરોજ બીજા સેમી ફાઈનલ મુકાબલામાં ફ્રાંસ અને મોરોક્ક્કો વચ્ચે રમાયેલ મેચમાં ફ્રાન્સે 2 ગોલ કર્યા હતા જ્યારે મોરોકકો એક પણ ગોલ કરી શક્યો નહતો .
આજની મેચમાં જીત સાથે ફ્રાંસ ફીફા વર્લ્ડકપ 2022ની ફાઈનલમાં પહોંચ્યું હતું જ્યાં ફ્રાન્સ આર્જેન્ટિના સામે 18 ડિસેમ્બરે યોજાનારા ફાઇનલ મેચમાં આમને-સમને થશે. ફૂટબોલ વિશ્વકપમાં ફ્રાન્સ અને મોરક્કો 11 વખત આમને-સામને ટકરાયા છે. તેમાં ફ્રાન્સનું પલડું ભારે રહ્યું હતું.
ફ્રાન્સે 7 મેચ જીતી છે, તો મોરક્કો માત્ર એકજ મેચ જીતી શકી છે. બાકીની 3 મેચ ડ્રો રહી હતી. બન્ને ટીમે પહેલીવાર વર્લ્ડ કપમાં એકબીજાની સામે ટકરાઈ હતી જેમાં ફ્રાંસે મોરોક્કોને માત આપી ફાઇનલમાં પોતાનું સ્થાન સુનિશિત કર્યું હતું. વર્ષ 2002માં બ્રાઝીલ ખાતે રમાયેલા ફિફા વિશ્વકપમાં ફ્રાન્સ ફાઇનલમાં પ્રવેશ્યું હતું. તે બાદ સતત દરેક ફિફા વિશ્વકપના ફાઇનલમાં ફ્રાન્સ પ્રવેશ્યું છે. અને ગત સીઝનમાં તે ડિફેન્ડિંગ ચેમ્પિયન પણ રહ્યું હતું.
મેચની શરૂઆતની 5મી મિનિટ માજ ફ્રાંસએ ગોલ કરી મેચ પર પકડ બનાવી લીધી હતી. ફ્રાન્સ તરફથી પહેલો ગોલ થિઓ હરનાન્ડિઝે કર્યો હતો. તેમ છતાં મોરોકકોએ મેચ ઉપર પકડ નવી હતી છતાં પણ 79 મિનિટે ફ્રાન્સ તરફથી રેન્ડલ કોલો મુઆનીએ ગોલ ફટકારી દીધો હતો અને ટીમની જીત નિશ્ચિત કરી દીધી હતી. હરનાન્ડિઝે દ્વારા કરવામાં આવેલા ગોળના કારણે ફ્રાન્સે શરૂઆતમાં જ મોરોક્કો ઉપર પકડ મેળવી લીધી હતી.
અરે 18મી ડિસેમ્બરના રોજ યોજાનારા ફાઈનલ મેચમાં ફ્રાન્સ અને આર્જેન્ટીના વચ્ચે કાંટે કી ટક્કર જેવો મુકાબલો થશે એક તરફ ડીપેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ છે તો બીજી તરફ આર્જેન્ટિના તરફથી લીયોની મેસી નો ઓલરાઉન્ડ દેખાવ છે. ફ્રાન્સની જો કોઈ નબળી કરી હોય તો તે તેનું ડિફેન્સ છે.