ઓક્સિજનની ઘટ, તાવ અને અશક્તિ પણ સીવીલના તબીબોએ
નાથીમાની પરિવારના વડીલની જેમ સારવાર કરી
મક્કમ મનોબળ અને મજબૂત ઇચ્છાશક્તિથી કોઈપણ ઉંમરે કોરોનાને હરાવી શકાય છે. આ વાત સાબિત કરી છે, જુનાગઢના 93 વર્ષના નાથીબાએ. હોસ્પિટલે ભલે તેમને ઊંચકીને લવાયા હોય, પણ સ્વસ્થ થઈને પાછા ઘરે ગયા અને એ પણ ચાલતાં.
પહેલાં ખાનગી હોસ્પિટલની પણ તપાસ કરી, પણ આખરે સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયાં. દાખલ થતી વખતે જૈફવય અને કોવિડની અસરથી ગ્રસ્ત નાથીમાને ખૂબ નબળાઇ હતી. વાહનમાંથી ઉતરીને હોસ્પિટલના બિછાના સુધી તેડીને લઇ જવા પડે એવી સ્થિતિ હતી. ઓક્સિજનની ઘટ, તાવ અને અશક્તિ. પરંતુ, સિવિલના તબીબોએ હરિભાઈ તેમજ નાથીમાની પરિવારના વડીલની જેમ તેમની સારવાર કરી. આખરે આઠ દિવસે તબીબોની સંભાળ અને હૂંફ તેમજ નાથીમાની મક્કમ ઇચ્છા શક્તિએ કમાલ બતાવ્યો. આઠમાં દિવસે નાથીમા હોસ્પિટલથી સાજા થઈ પોતાના ઘરે પહોંચ્યા અને એ પણ ચાલતા!