“આપ” મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાન ગઢવી, કોંગ્રેસના પરેશ ધાનાણી,લલિત વસોયા વિગેરેનું ધારા સભ્ય બનવાનું સ્વપ્ન ચકનાચૂર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 નું આજે પરિણામ જાહેર થતાં ભારતીય જનતા પાર્ટીએ લગભગ બહુમતી બેઠકો ઉપર જીત હાંસલ કરી છે. જેમના ઉપર લોકોની મીટ હતી એવા ઘણા જાણીતા ચહેરાઓ ભાજપની આ લહેરમાં હારનો ભોગ બનવા પામ્યા છે. રાજકીય ક્ષેત્રે બહુ નામના અને કારકિર્દી ખુબજ જાણીતા છે તેવા ઉમેદવારો એ હારનો સામનો કરવો પડ્યો છે.
આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી જંગમાં અનેક દિગ્ગજો એ પરાજયનો સામનો કરવો પડ્યો છે જેમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલા પરાજયમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઈશુદાનભાઈ ગઢવીની ખંભાળિયા બેઠક પરથી હાર થઈ હતી.કેશોદ બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અપક્ષ તરીકે ચૂંટણી લડેલા અરવિંદભાઈ લાડાણી, કેશોદમાં કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ હમીરભાઈ જોટવાની હાર થઈ હતી માંગરોળમાં કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય બાબુભાઈ વાજા પરાજય થયા છે.ખંભાળિયામાં દેવભૂમિ દ્વારકા બેઠક પર વિક્રમભાઈ માડમનો પરાજય થયો હતો જ્યારે સુરતના કતારગામ માંથી આપના ગોપાલભાઈ ઇટાલીયાને પણ વિજય મેળવવામાં સફળતા મળી ન હતી અને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે.
મોરબી બેઠક પર કોંગ્રેસના જયંતીભાઈ પટેલનો પરાજય અમરેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની સેવા કરનાર પરેશભાઈ ધાનાણી પરાજિત થયા હતા. પોરબંદરમાં પૂર્વ મંત્રી અને ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયાની હાર થઈ છે.કુતિયાણા બેઠક પર કાંધલભાઈ જાડેજા સામે મેદાનમાં ઉતરેલા ભાજપના ઓડેદરા જીતી શક્યા ન હતા. રાજકોટ પૂર્વ બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલભાઈ રાજગુરુ નો પરાજય થયો છે.સુરત વરાછા રોડ પર આપના અલ્પેશ કથીરિયા ટંકારા મોરબી બેઠક પર કોંગ્રેસના લલીતભાઈ કગથરા ધોરાજીની બેઠક પર કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય લલીતભાઈ વસોયા પરાજય પામ્યા છે.જુનાગઢ બેઠક પર કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય ભીખાભાઈ જોશીની હાર થઈ છે અને ગીર સોમનાથના ઉના બેઠક પર કોંગ્રેસના જીગ્ગજ નેતા પુંજાભાઈ વંશનો પરાજય થયો હતો.