કાળીયાબીડ નજીક ૧૦ એકર જમીનને મહાનગરપાલિકાને સોંપવાનો ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો
ભાવનગર શહેરની વચ્ચો-વચ્ચ આવેલા કાળીયાબીડ વિસ્તારમાં કિંમતી જમીનના કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહાનગરપાલિકા તરફી ચુકાદો આપ્યો છે. ભાવનગરના મહારાજાએ તે સમયે વિકાસ માટે ફાળવેલી ૧૦ એકર જમીનની માલીકી મેળવવા ૧૦ જેટલા પ્રતિવાદીઓએ દાવો કર્યો હતો. આ કેસ હાઈકોર્ટમાં ૯ વર્ષ ચાલ્યો હતો. આ જમીનની માલીકીના કેસમાં વિવિધ દલીલો થઈ હતી. ૨૦૧૧માં આ જમીન વેચાય હતી. કેસમાં રાજ પરિવારોએ કાયદાની આંટીઘુંટી ઉભી ન કરવાની તાકીદ કોર્ટ તરફથી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કેસ સબ જ્યુડીશીયલ હોવા છતાં ત્રીજા પક્ષને જમીન વેંચવાનો પણ હતો. વર્ષ ૨૦૧૧માં જીઆરટી હેઠળ રાજ પરિવારે જમીન વેંચી નાખી હતી. આ કેસમાં ન્યાયાધીશ બેલા ત્રિવેદીએ જીઆરટીના નિર્ણયને ફગાવ્યો હતો અને આ જમીન ફરીથી મહાનગરપાલિકાને સોંપી દીધી હતી. વર્ષ ૧૯૩૭માં મહારાજા ક્રિષ્નકુમારસિંહ ગોહિલે ટાઉન પ્લાનીંગ સ્કીમ માટે જમીન આપી હતી. ત્યારબાદ રાજ પરિવાર દ્વારા જમીન વેંચવામાં એકાએક ઉતાવળ થતી હોવાનું કોર્ટની સામે આવ્યું હતું.
શહેરના કાળીયાબીડ પાણીની ટાંકી નજીક ૨૬૦૦૦ ચો.મી. જમીનની માલિકીનો વિવાદ છેલ્લા નવ દસ વર્ષથી ચાલી રહ્યો છે. ભાવનગરના મહારાજાએ ભાવનગરના વિકાસ માટે ફાળવેલી આ વિશાળ જમીનની માલિકી મેળવવા ૧૦ જેટલા પ્રતિવાદીએ દાવો કર્યો હતો. પરંતુ હાઇકોર્ટમાં નવ વર્ષ કેસ ચાલ્યા બાદ અંતે કોર્પોરેશન તરફી ચુકાદો આવ્યો છે. વર્તમાન બજારભાવ પ્રમાણે રૂ.૧૮૦ કરોડની જમીનની માલિકી સત્તાવાર કોર્પોરેશનની થતા આ મોકાની જમીન પર કોર્પોરેશન દ્વારા પ્રજા માટે સુવિધા ઉભી કરી શકાશે.
કોર્પોરેશનની આર્થિક પરિસ્થિતિ નબળી થતા ઘણી જમીનો વેચી આવક ઉભી કરી છે. પરંતુ નવ નવ વર્ષ સુધી કોર્ટમાં લડત આપી કોર્પોરેશને વિશાળ જમીન મેળવી છે. મહારાજા સાહેબ તરફથી ભાવનગરના વિકાસ માટે ઇ.સ. ૧૯૩૪માં કૃષ્ણનગર ટાઉન પ્લાનિંગ સ્કીમ બનાવવામાં આવેલી હતી જેમાં શહેરના કાળીયાબીડ પાણીની ટાંકી પાસે આવેલ વડવા સર્વે નંબર ૨૩૪ની ૨૬૦૦૦ ચો.મી. જમીનનો પણ સમાવેશ થતો હતો. જે જમીન ફક્ત ઠરાવ નંબર ૩૭ મુજબ ભાવનગર મહાનગરપાલિકા અને કૃષ્ણનગર ટીપી સ્કીમની સાથે મળવાપાત્ર થતી હતી.
આ વિશાળ જમીન મેળવવા માટે દસ જેટલા પ્રતિવાદીએ માલિકી હકનો દાવો કર્યો હતો. શરૂઆતમાં કલેકટર અને ટ્રિબ્યુનલમાં દાવો ચાલ્યા બાદ વર્ષ ૨૦૧૧થી હાઇકોર્ટમાં કેસ ચાલતો હતો.
મ્યુ.કમિશનર અને એસ્ટેટ વિભાગ દ્વારા પુરતા દસ્તાવેજો રજૂ કર્યા હતા. લાંબા સમયના વિવાદ બાદ અંતે હાઇકોર્ટના જજ બેલા એમ. ત્રિવેદી દ્વારા મહાનગરપાલિકા તરફે ચુકાદો આપ્યો છે. વર્તમાન બજારભાવ મુજબ રૂ.૧૮૦ જમીન કે જેમનો કબજો હાલમાં પણ કોર્પોરેશન પાસે છે તે સત્તાવાર રીતે કોર્પોરેશનની માલિકી થઈ જતા પ્રજાહિતમાં અહીં સુવિધાયુક્ત કચેરીઓ સહિતનું આયોજન કરી શકે છે. વિશાળ જગ્યામાં પાર્કીંગ સહિતની પણ સુવિધા મળી શકે છે.