કોંગ્રેસ માટે આગમના એંધાણ ખતરનાક!!!
રાજ્યસભાનું પરિણામ કોંગ્રેસ માટે આંતરિક લડાઇની શરૂ આત? : ગુજરાત કોંગ્રેસમાં સર્વોપરી કોણ? : ‘જ્ઞાતિવાદ’ પણ કોંગ્રેસ પક્ષને નબળો પાડે છે?
રાજયસભાની ગુજરાતની ચાર બેઠકો માટે આગામી તા.૨૬મી એ ચૂંટણી યોજાનારી છે. કોંગ્રેસમાં વ્યાપેલી આંતરિક જુથબંધીનો લાભ લેવા ભાજપે આ ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો ઉભા રાખતા રાજયના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. દરમ્યાન પરમદિવસે કોંગ્રેસના નારાજગણાતા ચાર ધારાસભ્યો એ રાજીનામું આપી દેતા અને હજુ બે કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામાની લાઈનમાં ઉભા છે. જેથી વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ધરી જવાના કારણે ભાજપના ત્રણે ઉમેદવારો આસાનીથી જીતી જાય તેવા સંજોગો નિર્માણ થવા પામ્યા છે. જયારે કોંગ્રેસની આંતરિક જુથબંધીએ રાજયસભાની ચૂંટણીનાં મેચ પહેલા ‘હાર’ અપાવી દીધાનું સ્પષ્ટ થવા પામ્યું છે. દેશના સૌથી જુના રાજકીય પક્ષ કોંગ્રેસમાં દાયકાઓથી ઉપરથી લઈને નીચે સુધી વ્યાપક જુથબંધી વ્યાપેલી જોવા મળે છે. આ જુથબંધીના કારણે કોંગ્રેસની સતત રાજકીય પડતી થઈ રહી છે. હાલમાં જે રાજયોમાં કોંગ્રેસની સત્તા છે. તે ભાજપના વિકલ્પે મળી હોવાનું સર્વવિદિત છે. ત્યારે ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો માટે આગામી ૨૬મીએ યોજાનારી ચૂંટણી કોંગ્રેસ માટે સતત ત્રીજી વખત નુકશાનકારક પૂરવાર થઈ છે. રાજયસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વ્યાપેલી જુથબંધીના કારણે થતી અવગણનાથી કંટાળીને ચાર ધારાસભ્યો લીંબડીના સોમા ગાંડા પટેલ, ધારીના જે.વી.કાકડીયા, અબડાસાના પ્રધ્યુમનસિંહ જાડેજા અને ગઢડાના પ્રવિણભાઈ મારૂ એ પરમ દિવસે સ્પીકરને રાજીનામા આપ્યા હતા. આ રાજીનામા પોતે સ્વીકારી લીધાનું સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ ગઈકાલે જણાવ્યું હતુ. વિધાનસભા સ્પીકરના નિવાસ સ્થાને જઈને રાજીનામું આપી દીધાનું ચર્ચાઈ રહ્યું છે. જયારે કપરાડશના કોંગ્રેસી ધારાસભ્ય જીતુ ચૌધરી પણ રાજીનામાની લાઈનમાં હોવાનું તથા છેલ્લા બે ત્રણ દિવસોથી સંપર્ક વિહોણા હોવાનું ખૂલવા પામ્યું છે. જેથી કોંગ્રેસની રાજયસભા ચૂંટણી પહેલા પોતાના ધારાસભ્યોને અકબંધ રાખવાના પ્રયાસોને મોટો ઝટકો પડયો છે. હવે વધુ ધારાસભ્યો રાજીનામા ન આપે તે માટે ગઈકાલે સવારે ડેમેઝ ક્ધટ્રોલ ગુજરાત દોડી આવેલા પ્રભારી રાજીવ સાતવ સહિતના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓ કાર્યરત થઈ ગયા છે. જો કે, કોંગ્રેસીઓની આ મહેનત ‘ઘોડા નાસી ગયા બાદ તબેલાને તાળા’ મારવા જેવી સાબિત થઈ રહી છે.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ૨૬મી માર્ચે થવાની છે. ભાજપના બે અને કોંગ્રેસના બે ઉમેદૃવારો મેદૃાનમાં છે. ભાજપે ત્રીજા ઉમેદૃવાર તરીકે નરહરિ અમીનને મેદૃાનમાં ઉતાર્યા હોવાથી કોંગ્રેસના મતોમાં ગાબડું પડવાની સંભાવના સાથે આઠ થી દૃસ ધારાસભ્યો રાજીનામાં આપીને ભાજપમાં જોડાય તેવી ચર્ચા છે. કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી તેમજ ભાજપમાંથી અભય ભારદ્વાજ અને રમિલા બારા સત્તાવાર ઉમેદૃવાર છે. ભાજપને ત્રીજા ઉમેદૃવાર નરહરિ અમીનને જીતાડવા માટે સાત ધારાસભ્યોની જરૂ ર છે જે પૈકી બીટીપીના બે અને એનસીપીના એક ધારાસભ્યનો ટેકો હોવાનો દૃાવો કરવામાં આવી રહૃાો છે. આ સંજોગોમાં ભાજપને કોંગ્રેનસના ચાર ધારાસભ્યોના મતોની જરૂ ર પડે તેમ છે તેથી કોંગ્રેસમાં ફરી એકવાર ભંગાણ સર્જાઇ રહૃાું છે.
કોંગ્રેસના ધારાસભ્યોને રાજસ્થાનના જયપુરમાં શિફ્ટ કર્યા પછી બાકીના હાર્ડકોર ધારાસભ્યો જ્યારે સોમવારે વિધાનસભામાં આવશે ત્યારે બેઠક તોફાની બનવા સંભવ છે. ભાજપનો પ્લાન છે કે કોંગ્રેસના પાંચ થી સાત ધારાસભ્યો ક્રોસવોટીંગ ન કરે પરંતુ ચૂંટણીના દિૃવસે વિધાનસભામાં ગેરહાજર રહે તો પણ ભાજપના ત્રીજા ઉમેદૃવાર આસાનીથી ચૂંટણી જીતી જાય તેમ છે. કોંગ્રેસના ધારાસભ્યોમાં ખળભળાટ મચ્યો છે ત્યારે શક્તિસિંહ કે ભરતસિંહ એ બન્નેમાંથી એક ઉમેદૃવારને લીલા તોરણે પાછા આવવું પડે તેવો માહોલ ભાજપે સર્જી દૃીધો છે.
ભાજપ ત્રણ બેઠક જીતવાથી માત્ર ૧ મત દૃૂર છે. જો કોંગ્રેસના ૫ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા હોય તો રાજ્યસભાની ચૂંટણીમાં દૃરેક ઉમેદૃવારને જીતવા માટે ૩૫ મતની જરૂ ર પડશે. જેમાં ભાજપના ૩ ઉમેદૃવારને જીતવા કુલ ૩૫૩=૧૦૫ મતની જરૂર પડે. હાલ ભાજપ પાસે ૧૦૩ ધારાસભ્યોનું સંખ્યાબળ છે, જેમાં એનસીપીના કાંધલ જાડેજાનો પણ મત મળે તો આ સંખ્યાબળ વધીને ૧૦૪એ પહોંચે અને ભાજપને જીતવા માટે માત્ર ૧ મતનો ખેલ પાડવો પડે. કોંગ્રેસ પાસે હાલ ૭૩ ધારાસભ્યો છે. જો ૭૩માંથી ૫ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હોય તો તેનું સંખ્યાબળ ઘટીને ૬૮ થઈ જાય અને કોંગ્રેસના ૨ ઉમેદૃવારને જીતવા માટે ૩૫૨ એટલે કે ૭૦ મત જોઈએ. પરંતુ ૬૮ જ મત હોવાથી કોંગ્રેસના એક ઉમેદૃવારને ઘેર જવાનો વારો આવી શકે.
ભાજપે આ સ્થિતિમાં પોતાના ત્રણ ઉમેદવારમાંથી પ્રથમ બે ઉમેદવારને ૩૬૧૦૦ એમ ૩૬૦૦ મત જ્યારે ત્રીજા ઉમેદવાર નરહરી અમીનને ૩૫૧૦૦ એમ ૩૫૦૦ મત આપવાની યોજના બનાવી છે. કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોને અમદૃાવાદૃથી વિમાન માર્ગે જયપુર લઈ જવામાં આવ્યા છે. આ સિવાય પાંચથી છ ધારાસભ્યો જમીન માર્ગે રાજસ્થાન જવા રવાના થતા ગુજરાતમાંથી બહાર જનારા ધારાસભ્યોની સંખ્યા ૨૦થી ૨૨ની હોવાનું મનાય છે.
જોકે, આ અહેવાલને પગલે કોંગ્રેસના નેતાઓએ આ સભ્યોનો સંપર્ક કરવાના પ્રયાસો આદૃર્યા છે. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની તોડફોડની રાજનીતિનો ભૂતકાળમાં અનુભવ કરી ચૂકેલાં કોંગ્રેસના નેતાઓની આશંકા સાવ ખોટી પણ નથી. કોંગ્રેસના જ કેટલાક ધારાસભ્યો ભાજપના સતત સંપર્કમાં છે અને ભાજપ સાથે ક્રોસવોટિંગથી માંડીને રાજીનામાં ધરી દૃેવા સુધીની તૈયારી દૃર્શાવી હોવાનું કોંગ્રેસના જ આંતરિક સૂત્રોએ જણાવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૭માં યોજાયેલી રાજયસભાની ૪ બેઠકોની ચૂંટણી વખતે કોંગ્રેસમાં બળવો થયો હતો અને ૧૪ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતાજેના બે વર્ષ બાદ ફરીથી કોંગ્રેસમાં ફરીથી ધારાસભ્યોના રાજીનામાનો દોર ચાલતા કોંગ્રેસની હાલત સતત ડામાડોળ જેવી સ્થિતિમાં આવી જવા પામી છે.
- ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ એક ઉમેદવાર પાછો ખેંચશે?
રાજયસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. હજુ એક ધારાસભ્ય જીતુ ચૌધરી રાજીનામાની લાઈનમાં હોવાનું માનવામા આવી રહ્યું છે. જેથી વિધાનસભામાં ભાજપના ૧૦૩ ધારાસભ્યો સામે કોંગ્રેસના ૬૮ ધારાસભ્યો રહેવા પામ્યા છે. જો જીતુ ચૌધરી રાજીનામું આપે તો કોંગ્રેસ પાસે ૬૭ ધારાસભ્યો જ રહેવા પામે તેમ છે. એનસીપીનાં ધારાસભ્ય કાંધલ જાડેજા ભાજપને મત આપશે તે નિશ્ર્ચિત મનાય છે. જેથી ભાજપના ત્રણેય ઉમેદવારો આસાનીથી જીતી જાય તેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. જેના પગલે શરમજનક સ્થિતિમાં મુકાય ગયેલી કોંગ્રેસ તેના બેમાંથી એક ઉમેદવારનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચેતેવી સંભાવના વ્યકત થઈ રહી છે. આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાય તેમ હોય કોંગ્રેસ પાસે એક ઉમેદવાર પરત ખેંચવા માટેનો પૂરતો સમય છે.
- શું ગુજરાતમાં ‘સોલંકી યુગ’નો અસ્ત?
પાંચ ધારાસભ્યોનાં રાજીનામાના પગલે ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવી જવા પામ્યો છે. ત્યારે કોંગ્રેસ હારની શરમજનક સ્થિતિ નિવારવા તેના બેમાંથી એક ઉમેદવારને ઉમેદવારી પરત ખેંચાયે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે. કોંગ્રેસના બે ઉમેદવારો શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી છે. જો એક ઉમેદવાર પાછો ખેંચાય તો છેલ્લા થોડા સમયથી રાષ્ટ્રીય રાજકારણમાંથીક નિષ્ક્રીય થઈ ગયેલા ભરતસિંહ સોલંકીનો ભોગ લેવાય તે નિશ્ર્ચિત મનાય રહ્યું છે. જોગાનુજોગ ભરતસિંહ સોલંકીનો ભોગ તેના પિતા માધવસિંહ સોલંકીએ ગુજરાતનાં રાજકારણમાં શરૂ કરેલી ખામ થિયરીના કારણે લેવાય તેવું સ્પષ્ટ થવા પામ્યું છે. ખામ થિયરીનાં આધારે પાટીદારોને બાજુ પર રાખીને માધવસિંહ સોલંકીએ ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે બેઠકો મેળવી હતી તે જ ખામ થિયરીના કારણે આ ચૂંટણીમાં પાટીદારોને અન્યાય થતા ભરતસિંહ સોલંકીનો ભોગ લેવાય તેવું જોવા મળી રહ્યું છે. જેને ગુજરાતનાં રાજકારણમાં ‘સોલંકી યુગ’ના અસ્ત સમાન માનવામાં આવે છે.
- બે ‘સિંહો’ની પસંદગીએ ગુજરાત કોંગ્રેસની જુથબંધીમાં ‘ભડકો’ કર્યો
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પર દાયકાઓથી સિંહોનું વર્ચસ્વ રહેવા પામ્યું છે. માધવસિંહ સોલંકીએ શરૂ કરેલી ખામ થિયરીના કારણે કોંગ્રેસમાં પાટીદારોને સતત અવગણના કરવામાં આવતી હતી. પાટીદાર અનામત આંદોલન સમયે પાટીદારોની ભાજપ પ્રત્યેની નારાજગીનો લાભ લેવા કોંગ્રેસે પાટીદારોને પોતાની પડખે લીધા હતા. પરંતુ પ્રદેશ કોંગ્રેસના મહત્વના હોદા પર ખામ થિયરી યથાવત રાખી હતી. રાજયસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીમાં કોંગ્રેસને મળવાપાત્ર બેમાંથી એક પર પાટીદાર અને એક પર ઓબીસીને ટીકીટ આપવાની ધારાસભ્યોએ માંગ કરી હતી. પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં ઉચ્ચ હોદાપર બેસેલા કહેવાતા ‘પીઢ’ નેતાઓએ પાટીદારો અને ઓબીસી ધારાસભ્યોની લાગણીને અવગણીને બંને બેઠકો પર સિંહ ઉમેદવારોને ટીકીટ પામી હીત. જેથી આ જુથબંધીથી નારાજ થયેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. જયારે હજુ અનેક લાઈનમાં હોય રાજયસભાની ચૂંટણીએ કોંગ્રેસમાં જુથબંધીને ચરમસીમાએ પહોચાડી દીધી છે.