આરટીઈની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઈન: વાલીઓ ગેરમાર્ગે ન દોરાય, ડીઈઓની સલાહ
રાઈટ ટુ એજયુકેશન અંતર્ગત ધો.૧માં ખાનગી શાળામાં નિ:શુલ્ક પ્રવેશ માટેની ગુજરાત સરકાર દ્વારા અરજીઓ ઓનલાઈન મંગાવવામાં આવી હતી.
જે પૈકી તા.૧૮મે ૨૦૧૮ના રોજ પ્રથમ રાઉન્ડની જાહેરાત કરી કુલ ૪૮૩૧ બાળકોને પ્રવેશ ફાળવવામાં આવેલ હતો. જે બાળકો પોતાના પ્રવેશ અરજી ફોર્મમાં માંગેલ યાદી મુજબની શાળા મળેલ છે. તેવા બાળકોના વાલીઓએ કોઈપણ પ્રકારની વાંધા અરજીઓ કરવાની રહેતી નથી. જે તમામ વિગત ૂૂૂ.ાયિં લીષફિિ.ંજ્ઞલિ વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. રાજકોટ કોર્પોરેશન હદની શાળાઓમાં આરટીઈ ૨૫% કવોટાને ધ્યાને રાખી જો ખાલી જગ્યા વધતી હશે તો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે માટે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ વાલીઓ ગેરમાર્ગે ન દોરાય તેવી સલાહ આપી છે.
આરટીઈ એડમિશન પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન હોય તમામ પ્રકારની માહિતી વેબસાઈટ પર પારદર્શક રીતે મુકી છે.ઓનલાઈન અરજીનું સ્ટેટસ વેબસાઈટ દ્વારા એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરવાથી મેળવી શકાય છે. કોઈ લેભાગુ તત્વો દ્વારા અરજદારો કે વાલીઓને ખોટી લાલચ કે રૂબરૂ બોલાવી ગેરમાર્ગે ન દોરાય તેવી રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારીએ એમ.આર. સગારકાએ સલાહ આપી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com