જેતપુરનાં ખાખામઢી હનુમાન મંદિર પાસે થી દીપડો પાંજરે પુરાયો
જેતપુરનાં ખાખામઢી હનુમાન મંદીર પાસેથી વનવિભાગ દ્રારા દીપડાને આજે સાંજે પાંજરે પુરવામાં આવ્યો. છેલ્લાં 12 દિવસથી જેતપુરનાં ગોંદરા વિસ્તારમાં દીપડાનાં આંટાફેરા થવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ થઈ ગયો હતો. દીપડાએ ગોંદરા કબ્રસ્તાન વિસ્તારમાં બે વાછરડાનું મારણ કરેલ.
વનવિભાગને જાણકારી મળતાં રેંજ ફોરેસ્ટ ઓફિસર દાફડા દ્રારા તાત્કાલિક દીપડાની જે વિસ્તારમાં અવર જવર જણાઈ હતી, ત્યાં છેલ્લાં 12 દિવસથી પાંજરું મુકવામાં આવ્યું, તથા દીપડાને પકડવામાં RFO દાફડા અને વનવિભાગના કર્મીઓ એ ભારે જહેમત ઉઠાવી હતી.
આજરોજ સાંજનાં સમયે RFO દાફડા અને તેમની ટીમની મહેનતે રંગ રાખ્યો, અને ટીમને દીપડાને પાંજરે પુરાવામાં સફળતા મળી. કોઇપણ જાતનાં નુકશાન વગર દીપડાનું સફળ રેસ્ક્યુ કરવા માં આવ્યું.જેતપુરના સ્થાનિક વન્યજીવપ્રેમી મુરતુઝા ચૌહાણ, રાહુલ વેગડા તથા મેહુલ વેગડા ઘટના સ્થળે પોહચ્યા હતા..
દીપડો પાંજરે પુરાતાં સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિકો એ RFO સાહેબ, વનકર્મીઓ તથા વન્યજીવપ્રેમીઓ નો આભાર માન્યો હતો. દીપડાને ખુબજ કાળજી પુર્વક રેસ્ક્યુ સેન્ટર ખાતે મોકલવામાં આવ્યો.