લીસ્બન પોર્ટુગલ 4 મી ફેબ્રુઆરી 2025 ના રોજ અવસાન થયેલ છે મળતી વિગત મુજબ અત્યંત દુઃખ સાથે ઈસ્માઈલી ઇમામત નું દિવાન જાહેરાત કરે છે કે હીજ હાઈનેસ પ્રિન્સ કરીમ અલ હુસેની આગાખાન સીઆ ઈસ્માઈલી મુસ્લિમોના 49માં વારસાગત ઈમામ અને આગાખાન દેવલપ મેન્ટ નેટવર્કના સ્થાપક અને ચેરમેન પોર્ટુગલના લીસ્બન માં 88 વર્ષની વયે તેઓના પરિવારની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે અવસાન થયેલ છે. પ્રિન્સ કરીમ આગાખાન પેગંબર હઝરત મોહમ્મદ (તેમના અને તેમના પરિવાર ઉપર શાંતિ હોજો) ના તેમની પુત્રી હજરત બીબી ફાતિમા અને પેગંબર સાહેબના પિતરાઈ ભાઈ અને જમાઈ અને ઇસ્લામના ચોથા યોગ્ય રીતે માર્ગદર્શિત ખલીફ તથા પ્રથમ સિયા ઈમામ હજરત અલી મારફત તેમના સીધા વંશજ હતા તેઓ પ્રિન્સ અલી ખાન અને જોન યાર્ડ બુલર ના સૌથી મોટા પુત્ર અને સ્વર્ગસ્થ સર સુલતાન મોહમ્મદ શાહ આગાખાન ત્રીજા ના પૌત્ર અને ઇમામ તરીકે તેમના વારસ હતા.
તેઓના સમગ્ર જીવન દરમિયાન નામદાર આગાખાન ચોથા એ ભારપૂર્વક એવું જણાવ્યું હતું કે ઇસ્લામ એક વિચારશીલ અને આધ્યાત્મિક ધર્મ છે જે કરુણા અને સહીષ્ણુ તા શીખવે છે અને માનવ જાતિના ગૌરવને જાળવી રાખે છે હીજ હાઈને સે તેઓનું જીવન તેમના સમુદાયના અને જાતિ સ્ત્રી પુરુષ કે વંશીયતા અથવા ધર્મના કોઈપણ ભેદભાવ વિના તેમના સમુદાયની સાથે રહેતા દેશના લોકો ના જીવનની પરિસ્થિતિની સુધારણા કરવા માટે સમર્પિત કર્યું હતું અને તેઓએ વિશ્વના સૌથી મોટા ખાનગી આંતરરાષ્ટ્રીય વિકાસ સંસ્થા (ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇજેસન)ની સ્થાપના કરી હતી અને તેનું માર્ગદર્શન કર્યું હતું કે જે વિશ્વના કેટલાક નિર્બળ અને અવિક્ષિત પ્રદેશોમાંના સમુદાયોને સેવા આપે છે તેઓ એ એક રાજનેતા અને શાંતિ તેમજ માનવ પ્રગતિના રક્ષણ તરીકે વૈદિક સ્તરે આદર પ્રાપ્ત કર્યું હતું 50 માં ઇમામની નિયુક્તિ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વસિયતનામાં વાંચન બાદ તેની જાહેરાત કરવામાં આવશે તેઓશ્રીની દફનવિધિ( અંતિમ સંસ્કાર) ની વ્યવસ્થાઓ. અંગેની માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ પ્રેસ યાદીમાં જણાવેલ છે
અહેવાલ: સમીર વિરાણી