મુંબઈની રેસ્ટોરન્ટમાં રાજસ્થાની વાનગી દાલ-બાટી અને થાળ જમીને કરી ફિલ્મની સફળતાની ઉજવણી

બોલીવુડ સુપરસ્ટાર દીપિકા પડુકોન ફિલ્મ ‘પદ્માવત’ને મળેલી અપાર સફળતા બદલ અત્યારે સાતવા આસમાનમાં વિહાર કરી રહી છે. કેમ નહીં ? ‘પદ્માવત’માં તેનો કીરદાર રાણી પદ્માવતીની ચોમેર પ્રશંસા થઈ રહી છે. તમે નહીં માનો પરંતુ ફિલ્મના બે મેલ સુપરસ્ટાર રણવીરસિંઘ અને શાહીદ કપુર કરતા દીપિકાને વધુ મહેનતાણું ચુકવવામાં આવ્યું છે. દીપિકાએ ગ્રેસફુલી ચિત્તોડગઢની રાણીની ભૂમિકા નિભાવી છે. ફિલ્મમાં તેનો અભિનય, ગેટઅપ, બોડી લેંગ્વેજ, ઘુમ્મર ગીત વિગેરે વખાણને પાત્ર બન્યા છે. ફિલ્મ જોઈને થિયેટરની બહાર આવતા લોકોના મોં પર એક જ નામ હતું- દીપિકા.

બાય ધ વે, ગઈકાલે રવિવારે દીપિકા પડુકોન મુંબઈના એક રેસ્ટોરન્ટમાં ‘થાળ’ જમવા પહોંચી ગઈ હતી. તે એકદમ રીલેકસ મુડમાં હતી. તેણે ફેશન ડિઝાઈનર સબ્યાસાચીના શરારા અને પલાઝો પહેર્યા હતા. સાથોસાથ લાંબા એન્ટિક એરિંગ્સ તો ખરા જ. તેણે રેસ્ટોરન્ટમાં તસવીરો પણ લેવા દીધી હતી. તેણે થાળ જમતી હોય તેવો અને અંતે બહાર નિકળતી હોય ત્યારે સૌનો આભાર માનતી હોય તેમ પરંપરાગત ‘નમસ્તે’ પોઝ આપ્યો હતો.

ફિલ્મ પદ્માવતે માત્ર બે જ દિવસમાં ૧૦૦ કરોડની કલબમાં સ્થાન મેળવી લીધું લોકો ફિલ્મને ખુબ જ પસંદ કરી રહ્યા છે. મજાની વાત તો એ છે કે દીપિકાએ રેસ્ટોરન્ટમાં રાજસ્થાની વાનગી દાલ-બાટી પણ ટેસ્ટ કરી હતી. તેણે કહ્યું કે, હું ઈતિહાસને સલામ કરુ છું મને ગર્વ છે આપણા ઈતિહાસ પર.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.