થોડા મહિના પહેલા જ દિપીકા પાદુકોણ અને રણવીર સિંહ લગ્નના એક તાંતણે બંધાયા હતા. ત્યાર બેસ્ટ ફ્રેન્ડ શ્રીલાના લગ્નને દિપીકા પાદુકોણે પોતાના અંદાજથી ખાસ કર્યા હતા. લગ્નના થોડા દિવસો બાદ તરત જ દિકીપા અને રણવીર શ્રીલંકા જવા માટે રવાના થયા હતા. બધા લોકો ને એમ હતું કે દિપીકા અને રણવીર બંને હનીમૂન મનાવવા માટે શ્રીલંકા ગયા છે. પરંતુ ઘટના કઈક અલગ જ હતું. દીપવીર શ્રીલંકા હનીમૂન માટે નહીં પરંતુ દિપીકા ની બેસ્ટ ફ્રેન્ડ શ્રીલાના લગ્નમાં ગયા હતા.
આ લગ્નમાં પોતાની બેસ્ટ ફ્રેન્ડ ને તૈયાર કરવામાં દીપિકાએ કોઈ કસર છોડી ન હતી.
દિપીકા હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ જ્યારે પણ આપણાં બેસ્ટ ફ્રેન્ડના લગ્ન હોય ત્યારે તેની ખુશી આપના ચહેરા ઉપર આવી જ જાય છે. તેવી જ રીતે દિપીકાની ખુશી પણ તેના મુખ પર છલકાતી હતી.
જ્યારે શ્રીલાએ દીપિકાના લગ્નમાં આવીને લગ્નના માહોલમાં ચાર ચાંદ લાગડ્યા હોય તો દીપિકાની પણ ફરજ આવે છે કે તે શ્રીલના લગ્ન ચાર ચાંદ લગાવે અને દિપીકાએ તેને લઈને કઈં કસર છોડી ન હતી.