૧૧ તાલુકાના ૮૦ તળાવો અને ૫૪ ચેકડેમો ઉંડા ઉતારાયા
રાજકોટ જિલ્લાનાં ૧૧ તાલુકાના ગામોમાં ૮૦ તળાવો તથા ૫૪ ચેકડેમ મળી ૧૩૪ જળાશયોને ઉંડા ઉતારવાના કામો થતા ૧.૫૩ લાખ ઘનમીટર પાણી સંગ્રહ શકિતમાં વધારો થયો છે.
હાલ ચોમાસું ચાલી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લોકો માટે આ ઋતુ અત્યંત મહત્વપૂર્ણ છે. પરંતુ ચોમાસા સિવાય પણ ગ્રામ્યવિસ્તારોમાં પાણીની અછત ન સર્જાય તે હેતુસર વરસાદી પાણીના સંગ્રહ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ બે વર્ષ પૂર્વે જનભાગીદારીથી સુજલામ સુફલામ જળ અભિયાનનો આરંભ કરાવ્યો છે.
રાજ્યના ગ્રામીણ વિસ્તારો આ અભિયાનને કારણે પાણીદાર બન્યા છે. સુજલામ સુફલામ જળઅભિયાનના ત્રીજા ચરણના કાર્યો હાથ ધરાતા તેના થકી જળ સંચયની કામગીરી તો કરવામાં આવી જ સાથો સાથ અનેક લોકોને રોજગારી પણ પ્રાપ્ત થઈ છે.
જળઅભિયાનમાં રાજકોટ, પડધરી, ઉપલેટા, ગોંડલ, કોટડાસાંગાણી, જસદણ, ધોરાજી, જેતપુર, લોધિકા, વીંછીયા અને જામકંડોરણા તાલુકાના ગામોમાં ૮૦ તળાવો અને ૫૪ ચેકડેમ મળીને કુલ ૧૩૪ જળાશયોને ઊંડા ઉતારવાના કામ કરવામાં આવ્યા છે. આ કામગીરીના પરિણામે કુલ અંદાજીત ૧,૫૩,૧૦૮ ઘન મીટર પાણીની સંગ્રહશક્તિમાં વધારો શે.
આ અભિયાનના ત્રીજા ચરણમાં ૨૬૭ કામો પૂર્ણ થયા છે. જેમાં ૭૮ કામ લોકભાગીદારી હેઠળ કરવામાં આવ્યા છે. આ કામ પૈકી ૩૪ કામ ૧૦૦% લોકભાગીદારી થયા છે. જ્યારે ૪૪ કામ ૬૦-૪૦%ના ધોરણેયા હતા જેનો કુલ ખર્ચ રૂ. ૨૩.૫૮ લાખનો થયો છે. તેમ નોડલ ઓફિસરની યાદીમાં જણાવાયું છે.