સ્વામીનારાયણ મુખ્ય મંદીર ભુપેન્દ્ર રોડ, દ્વારા તા. ૭-૧૧ ને બુધવારે દિપાવલી મહોત્સવ અને તા. ૮-૧૧ ને ગુરુવારના રોજ નૂતનવર્ષ અન્નકુટ ઉત્સવ મંદીરના મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામીના પ્રમુખ સ્થાને મંદીરના વિશાળ એરક્ધડીશન્ડ સભા મંડપમાં રાખવામાં આવ્યા છે.
તા. ૬-૧૧ ને મંગળવાનારના રોજ કાળી ચૌદસના રોજ મંદીરમાં બિરાજતા હનુમાનજી મહારાજનું પુજય રાત્રીના ૯ થી ૧૦ સુધી દેવઉત્સવ મંડળ દ્વારા કિર્તન ભકિત કરવામાં આવશે. તા. ૭-૧૧ ને બુધવારના રોજ દિપાવલી ના રોજ સાંજના પ કલાકે મંદીરના સભામંડપમાં લક્ષ્મી પુજન, શારદાપુજન અને ચોપડા પુજન કરવામાં આવશે. ચોપડા પુજનની ધાર્મીક વિધિ શાસ્ત્રી કૌશિકભાઇ ત્રિવેદી કરાવશે.
તા. ૮-૧૧ ને ગુરુવારના રોજ નૂતનવર્ષે ૧૦૦૮ વિવિધ વાનગીઓનો અન્નકુટ ભગવાનને ધરાવવામાં આવશે. ૧૧ થી ૧ર કલાક સુધી દેવઉત્સવ મંડળ કિતન ભકિત કરશે. મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી ૧ર કલાકે આરતી ઉતારશે તેમજ આ પ્રસંગે નૂતનવર્ષની શુભકામનાઓ શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી પાઠશવે. બપોરના ૪ થી ૭ કલાક સુધી અન્નકુટ દર્શન ધર્મપ્રેમી જનતા માટે ખુલ્લા રાખવામાં આવશે.
દિપાવલીના પવિત્ર ધાર્મિક તહેવારોમાં મંદીરનું સંપૂર્ણ રોશનીથી શણગારવામાં આવશે. દિપાવલીમાં મંદીરનો રોશનની નજારો જોવો એ પણ એક લ્હાવો છે.
આ દિપાવલીના પ્રસંગે હરિચરણદાસજી સ્વામી, તથા શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી, તથા શાસ્ત્રી દેવપ્રકાશદાસજી સ્વામી, પુજારી ભકતવત્સલ સ્વામી તથા કોઠારી જે.પી. સ્વામી બાલાજી હનુમાનજી મંદીરના મહંત સ્વામી વિવેકસાગરદાસજી સ્વામી તથા બાલાજી મંદીરના કોઠારી મુતિવત્સલદાસજી સ્વામી તથા બાલાજી મંદીરના પૂર્વ કોઠારી કાન્તી ભગત પણ આ પ્રસંગે ખાસ ઉ૫સ્થિત રહી દર્શન, પ્રવચન અને આર્શિવાદનો લાભ આપશે. મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી સૌને પધારવાની અપીલ કરી છે.