જસ્ટિસ દીપક મિશ્રાએ સોમવારે દેશના ૪૫માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના પદે શપથ ગ્રહણ કર્યા.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે CJI તરીકે દીપક મિશ્રાને શપથ અપાવ્યા.આ સંબંધે કાયદા મંત્રાલય દ્વારા ૮ ઓગષ્ટે એક નોટીફીકેશન જાહેર કર્યું હતું.જસ્ટિસ ખેહર રવિવારે નિવૃત થઈ ગયા.
જસ્ટિસ દીપક મિશ્રા ઓરિસ્સા હાઈકોર્ટમાં એડીશનલ જજ તરીકે કામ કરી ચૂક્યાં છે.10 ઓક્ટોબર 2011નાં રોજ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે પ્રમોટ થયાં હતા.