અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું એપીએમસીની ગત તા.૧૯ સપ્ટેમ્બરના રોજ ચુંટણીમાં ગુજકોમાસોલના ડિરેકટર અને સહકારી નેતા દિપક માલાણીને હરાવવા માટે કોંગી ધારાસભ્ય દુધાતના આડકતરા સપોર્ટથી ભાજપના ત્રણ ટર્મના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીએ ભાજપની પેનલ ઉતારી હતી પણ સહકારી નેતા દિપક માલાણીએ ૧૪ એ ૧૪ બેઠક પર બુલડોઝર ફેરવીને કોંગ્રેસ પ્રેરિત ભાજપ પેનલના સુપડા સાફ કરી નાખ્યા હતા.

આજે સાવરકુંડલા એપીએમસીના ચેરમેન વાઈસ ચેરમેનની ચુંટણી જિલ્લા રજીસ્ટારના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી. જેમાં સહકારી નેતા દિપક માલાણીને બિનહરીફ ચેરમેન અને અગ્રણી મનજીબાપા તળાવીયાને વાઈસ ચેરમનેપદે બિનહરીફ વરણી કરવામાં આવતા ખેડુતોને સહકારી ક્ષેત્રમાં આગેવાનોએ ફુલહાર પહેરાવીને એપીએમસી નવનિયુકત ચેરમેન, વાઈસ ચેરમેનને અભિનંદન પાઠવ્યા હતા એ પ્રસંગે ચેરમેન દિપક માલાણીએ પ્રહાર કર્યા હતા.

અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એકાદ માસ પહેલા થયેલી એપીએમસીની ચુંટણીમાં કોંગ્રેસ ભાજપની પેનલના સુપડા સાફ કરીને ૧૪ બેઠકો પર કબજો કરનાર ગુજકોમાંસોલના ડિરેકટર દિપક માલાણી બિનહરીફ ચેરમેનપદે વરણી પામ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.