ભાજપ શાસિત રાજય સરકાર દ્વારા લાકડા આધારીત ઉઘોગો માટેની નવી નીતી જાહેર કરીને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે રાજયના આવા ઉઘોગો માટે વિકાસના નવા દ્વાર ખોલી નાખ્યાનું જણાવી ઉઘોગોને વિકાસની દિશામાં આગળ વધારવા માટે લીધેલા ઉઘોગલક્ષી અને પ્રજાલક્ષી નિર્ણયને રાજકોટ જીલ્લા વેપાર ઉઘોગ સેલના કન્વીનર મદલાણીએ જણાવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી છે.
વધુમાં તેઓએ જણાવ્યું કે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા રાજયના વિકાસ માટે અનેક વિધ પગલા લેવામાં આવી રહ્યા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્નના ભારતનું નિર્માણ કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ રાજયમાં ઉઘોગો અને ખેતી લક્ષી અનેક નિર્ણયો લઇને પ્રજા હિતના કાર્યો કરી રહ્યા છે ત્યારે આવો જ એક નિર્ણય લાકડા આધારીત નાના મોટા ઉઘોગ માટે લઇને નાના ઉઘોગકારોને લાભ આપ્યો છે આ નવી નીતીને કારણે લાકડા આધારીત ઉઘોગો વિકાસની હરણફાળ ભરશે તેવી શ્રઘ્ધા મદલાણીએ વ્યકત કરી હતી.
તેઓએ વધુમાં ઉમેયુૃ છે કે અત્યારે સુધી લાકડા આધારીત ઉઘોગોને આયાતી લાકડા માટે વન અધિનિયમ હેઠળ લાયસન્સ લેવું ફરજીયાત હતુ. આ કારણે લાયસન્સ મેળવવામાં મોટો ભ્રષ્ટાચાર ચાલતો હતો. આમ છતાં ઉઘોગોકારોને લાયસન્સ મેળવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
મુખ્યમંત્રીએ આવા ભ્રષ્ટાચારને રાજવટો આપવા લાકડા આધારીત ઉઘોગોને લાયસન્સમાંથી મુકિત આપવાનો નિર્ણય લઇને ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે. એટલું જ નહીં પણ ખેત પેદાશો તરીકે જાહેર થયેલા તથા વૃક્ષો કાપવા અને વાહતુક પાસ મેળવવામાંથી મુકિત અપાયેલા વૃક્ષોના લાકડાના ઉપયોગ માટે જરુરી લાયસન્સ માંથી પણ મુકિત જાહેર કરીને આવા ઉઘોગો માટે વિકાસના અને પ્રગતિના નવા દ્વાર ખોલી નાખ્યા છે.
મુખ્યમંત્રીએ આ માટે તુરંત જાહેરનામું પ્રસિઘ્ધ કરવા સબંધંતી તંત્રને તાકીદ પણ કરી દીધી હતી. તેના કારણે તાજેતરમાં લાયસન્સ માંથી મુકિત આપતું જાહેરનામું પણ પ્રસિઘ્ધ કરી દેવામાં આવ્યું છે. આથી આયાતી લાકડા આધારીત સો મીલ, વિનીયર, પ્લાયવુડ ઉઘોગો એમ.ડી.એફ. ઉઘોગોને લાયસન્સ લેવાનુ કડાકુડ માંથી મુકિત મળી છે. આવા ઉઘોગકારોએ હવે ફકત નોંધણી જ કરવાની રહેશે.
જેના કારણે વહીવટી પ્રક્રિયા પણ સરળ બનશે અને આવા ઉઘોગો વિકાસની હરણફાળ ભરી શકશે તેમ જણાવી રાજકોટ જીલ્લા વેપાર ઉઘોગ સેલના કન્વીનર મદલાણીએ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આ નીર્ણયને આવકાર્યો છે.