રાજયમાં સ્લમ વિસ્તારમાં થશે ધટાડો: બાંધકામ ઉઘોગને મળશે વેગ: રોજગારીના નવા અવસરો ઉભા થશે
તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત સહીતના મહાનગરોમાં જુના અને જર્જરીત આવાસ હટાવી તેના સ્થાને નવા હાઇરાઇઝ ફલેટ બનાવવાની જે રિ-ડેવલપમેન્ટ પોલીસી અમલી બનાવી છે તેનાથી વિકાસમાં નવો પ્રાણ ફુંકાશે તેમ કહેતા ભાજપ ઇન્ડસ્ટ્રીયલ ઝોનના ક્ધવીનર દિપક મદલાણીએ જણાવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે આ યોજના થકી રાજયના સ્લમ વિસ્તારમાં ઘટાડો થશે તો બાંધકામ ઉઘોગને પણ વેગ મળશ અને રોજગારીના નવા અવસરો ઉભા થશે. એકંદરે આ યોજના થકી લોકોને પાકકું ઘર મળશે. જો કે સરકારની આ પોલીસી સફળ બનાવવા માટે લોકોના સહકાર પણ અત્યંત જરૂરી બની જાય છે.
તેમજ મકાન તૂટી પડવા જેવી દુર્ધટનાથી બચવા માટે રિ-ડેવલપમેન્ટ પોલીસી અત્યંત જરૂરી છે. આ પોલીસી થકી રાજકોટ જ નહીં બલ્કે રાજયના અલગ અલગ શહેરોમાં નવા બીલ્ડીંગ ઉભા થશે અને તેના કારણે બાંધકામ મટીરીયલ્સ ઉઘોગને પણ બળ મળશે અને રોજગારીના નવા અવસરો ઉભા થશે.
સરકાર દ્વારા રાજયમાં આવેલા સ્લમ કિલયરન્સ બોર્ડના તથા ગુજરાત હાઉસીંગ બોર્ડના જુના મકાનો તોડી નવા મકાનો બાંધવા માટે પોલીસીનો અમલ કરવામાં આવશે. આ પછી ક્રમશ: ખાનગી સોસાયટીઓ ફલેટો અન્ય જગ્યાએ આ પોલીસી મુજબ જ નવનિમર્ણિક કરવામાં આવશે.
વધુમાં મદલાણીએ જણાવ્યું કે તાજેતરમાં રાજકોટમા પણ જર્જરીત અવસ્થામાં રહેલા સરકારી આવાસો અને સ્લમ વિસ્તારનો સર્વે કરવામાં આવ્યો હતો અને ટુંક સમયમાં ત્યાં રિ-ડેવલપમેન્ટ પોલીસી થકી લોકોને લોકોને જર્જરીત નહી પરંતુ પાકકુ મકાન બની રહે તે માટે કામનો પ્રારંભ કરવામાં આવશે.
રાજય સરકાર દ્વારા બીલ્ડીંગ હોનારતની ઘટનાને ઘ્યાનમાં રાખીને રાજકોટ, ભાવનગર, જામનગર, અમદાવાદ, જામનગર, વડોદરા, સુરત જેવા મહાનગરો કે જયાં વર્ષો જુના અને જર્જરીત મકાનો આવેલા છે તે પૈકી ભયજનક મકાનો ખાલી કરાવી તેના સ્થાને પોલીસી હેઠળ નવા કવાર્ટર અથવા આવાસો બનાવી આપવામાં આવશે.
આ પોલીસી અંતર્ગત જે સ્થળ, સોસાયટી કે અન્ય સ્થળે નવા મકાનો બાંધીને માલીકો કે કબ્જેદારોને આપવાનું આયોજન થઇ રહ્યું છે. તેમાં જુના મકાનોના હયાત બાંધકામની જગ્યાએ નવા બાંધકામમાં વધુ ક્ષેત્રફળ મળશે. મતલબ કે ૪૦ વારો ફલેટ ધરાવતા મકાન માલીકે કબજેદારને ૬૦ વારનો ફલેટ મળશે.
એકંદરે આ પોલીસીથી જુના મકાનમાં રહેતા લોકોને નવું પાકકુ મકાન મળશે અને લોકોને ઘરનું ઘર આપવાનું સરકારની નેમ સાકાર થશે. રાજકોટના અનેક વિસ્તારોમાં સ્લમ કવાર્ટસ બનાવવામાં આવ્યા છે પરંતુ હાલ તેની હાલત જર્જરીત હોવાને કારણે તેને તોડી પાડવા જ મુનાસીબ ગણાવતા દીપક મદલાણીએ કહ્યું કે સરકારની આ પોલીસી અત્યંત આવકારદાયક છે. અને લોકોએ તેમાં પુરતો સહયોગ આપવો જોઇએ.