લોકોને ગુણવતા, શુદ્ધતા અને પૌષ્ટીકતાયુકત ખાદ્યસામગ્રી અને દવાઓ મળી રહે તેના ઉપર મુકાશે ભાર: મદલાણી

દેશના દરેક લોકોને ખાદ્ય સામગ્રી અને દવા મામલે જાગૃત રાખવાનું કામ કરતી રાષ્ટ્રીય ફુડ એન્ડ ડ્રગ્સ ક્ધઝયુમર વેલ્ફેર કમિટીની ગુજરાત પાંખના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે રાજકોટના અગ્રણી દીપક મદલાણીની વરણી કરવામાં આવી છે. વરણી થયા બાદ દીપક મદલાણીએ જણાવ્યું કે, મારું મુખ્ય કામ લોકોને ગુણવતા, શુદ્ધતા અને પૌષ્ટીકતાયુકત ખાદ્યસામગ્રી અને દવાઓ મળી રહે તે જોવાનું રહેશે. આ ઉપરાંત લોકો સરકાર માન્ય ખાદ્ય સામગ્રી અને દવાઓ ખરીદે તે માટે પણ લોકોને જાગૃત કરતો રહીશ. આ કમિટીની પાંખ ગુજરાતમાં ઘણા સમયથી કામ કરી રહી છે અને ગ્રાહકોના હિત માટે સતત લડત આપી રહી છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ ક્ધઝયુમર વેલ્ફેર કમિટીના રાષ્ટ્રીય સચિવ નયના દિનેશ કનલ દ્વારા દીપક મદલાણીના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમણે ગુજરાત કમિટીના અન્ય સભ્યોની પસંદગી પણ કરવામાં આવી હતી જેમાં પ્રેસિડેન્ટ તરીકે વસીમ કાદરી, વાઈસ પ્રેસિડેન્ટ તરીકે દીપક મદલાણી (રાજકોટ), સેક્રેટરી તરીકે રાકેશ પ્રજાપતિ, જનરલ સેક્રેટરી તરીકે અનિલ મોરે અને ઉપાધ્યક્ષ તરીકે સુધીર વિચારેના નામ ઉપર પસંદગી ઉતારવામાં આવી હતી. આ તમામ લોકોના નામની પસંદગી કરી દેશના દરેક રાજયની સરકારના લાગુ તંત્રને આ અંગેની જાણ કરાઈ છે. દેશ આર્થિક સંકટમાં છે અને ગરીબો, સામાન્ય લોકો ભુખથી બેહાલ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ફૂડ એન્ડ ડ્રગ્સ ક્ધઝયુમર વેલ્ફેર કમિટી અને સરકારી ગ્રાહક સુરક્ષા વિભાગ સંયુકત રીતે ગ્રાહકોના અધિકારીઓની રક્ષા, સુરક્ષા અને સંરક્ષણ માટે એક રાજયવ્યાપી સાર્વજનિક હિત કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમમાં કમિટીના દેશમાં નિમાયેલા પદાધિકારીઓ અને સભ્યો ભાગ લેશે અને ગ્રાહકોના હિતની સુરક્ષા કેવી રીતે કરવી તેના ઉપર વિસ્તૃત વિચાર-વિમર્શ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ કમિટી દેશમાં ખાદ્ય અને દવાઓ સંદર્ભે અલગ-અલગ લોકો ઉત્પાદન અને વેચાણ કરે છે જેમાં ઉધોગો, કંપનીઓ, સંસ્થાઓ તેમજ નાના ધંધાર્થીઓ પણ સમાવિષ્ટ છે. આ ઉપરાંત હોટેલ ઈન્ડસ્ટ્રીઝ, ગેસ્ટ હાઉસ, લોજ તેમજ રેસ્ટોરન્ટ ઉપરાંત નાની-મોટી હોસ્પિટલો પણ તેના કાર્યક્ષેત્રમાં આવે છે. સરકાર દ્વારા માન્ય સંસ્થાઓ કે વિભાગો જેવા કે ખાદ્ય પદાર્થો માટે એસ.એસ. એફ.એ.આઈ અને દવાઓ તેમજ ઔષધીઓ માટે એફડીએ દ્વારા પ્રમાણિત વસ્તુઓ યોગ્ય કિંમતે લોકો સુધી પહોંચે છે કે નહીં તેના પર બારીકાઈથી નજર રાખવામાં આવે છે. આ કમિટીના પ્રેરણાસ્ત્રોત એવા પવન અગ્રવાલનું પણ દેશની દરેક પાંખને પૂરતું માર્ગદર્શન મળતું રહે છે. આ કમિટીનું સુત્ર જાગૃત ગ્રાહક, જાગૃત ભારત રાખવામાં આવ્યું છે. ફુડ એન્ડ ડ્રગ્સ ક્ધઝયુમર વેલ્ફેર કમિટીના સૌરાષ્ટ્રના પાંખના પ્રમુખ તરીકે યુવા શિક્ષણશાસ્ત્રી ઓજસભાઈ માંકડની નિમણુક કરવામાં આવી છે.

અમદાવાદ શહેર વેસ્ટ ઝોનના જાણીતા અગ્રણી રવિભાઈ જોષી અમદાવાદ શહેર ઈસ્ટ ઝોનના જાણીતા ઉધોગપતિ સુધીરભાઈ વોરાની નીમણુક કરવામાં આવી છે. વડોદરા શહેર પ્રમુખ તરીકે યુવા ઉધોગપતિ પાટીદાર સમાજના અગ્રણી જયેશભાઈ પટેલની નિમણુક કરવામાં આવી છે. જુનાગઢ શહેર પ્રમુખ જાણીતા સામાજીક અગ્રણી જીતુભાઈ રૂપારેલીયાની નિમણુક કરવામાં આવી છે. ગુજરાતના દરેક જીલ્લામાં શહેર અને જીલ્લાનાં પ્રમુખ તથા તેમની બોડી નીમણુક આવતા મહિનામાં કરવામાં આવશે. ગુજરાતમાં દરેક શહેર-જીલ્લામાં નીમણુકનો દૌર ચાલુ છે. પસંદગી માટે મીટીંગ અને ઈન્ટરવ્યુ પ્રક્રિયા ચાલુ છે.

રાજકોટના દીપક મદલાણીની કમિટીના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે વરણી થતા તેમને ઠેર-ઠેરથી શુભકામનાઓ મળી રહી છે. આ જવાબદારી ઉપરાંત તેઓ ભારતના સૌથી મોટા સેલ્સ ગ્રુપ એવા વેસ્ટ ઝોન માર્કેટ પર્સન ગ્રુપના પ્રમુખ સહિતનો કાર્યભાર ઉપરાંત રાજકોટ જિલ્લા ભાજપ ઉધોગ સેલના ક્ધવીનર, સૌરાષ્ટ્ર-કચ્છ સેલ્સમેન એસોસિએશનના સ્થાપક પ્રમુખની પણ જવાબદારી સંભાળી રહ્યા છે. ઉપરાંત ભાજપ કાર્યાલય મંત્રી ભાજપ યુવા ભાજપ મંત્રી, ભાજપ મીડિયા જવાબદારી પણ ભુતકાળમાં સંભાળી ચુકયા છે. ગુજરાત એફ.એમ.જી.સી. માર્કેટીંગ બહુ જ મોટો નેટવર્ક ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.