ટી20માં હુડાએ સદી ફટકારતા રોહિત શર્મા, કેએલ રાહુલ અને સુરેશ રૈનાની ક્લબમાં સામેલ થયો
ભારત અને આયર્લેન્ડ વચ્ચેની 2 મેચોની ટી20 સીરીઝની છેલ્લી મેચ ડબલીનમાં રમાઈ હતી. આ મેચમાં પહેલાં બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારીત 20 ઓવરના અંતે 7 વિકેટના નુકસાન પર 225 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આયર્લેન્ડે 5 વિકેટના નુકસાન પર 221 રન બનાવતાં ભારતનો 4 રનથી રોમાંચક વિજય થયો હતો.
સંજુ સેમસન, દિપક હુડ્ડા, સુર્યકુમાર યાદવે તોફાની બેટિંગ કરી હતી. ભારતે 7 વિકેટ ગુમાવીને 225 રન બનાવ્યા હતા. ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર દીપક હુડ્ડાએ કમાલ કરી બતાવ્યો છે. તેણે આયરલેન્ડ સામેની બે મેચની ઝ20 શ્રેણીની છેલ્લી મેચમાં સદી ફટકારી હતી. આ સાથે તે રોહિત શર્મા, કેએલ રાહુલ અને સુરેશ રૈનાની ક્લબમાં સામેલ થઈ ગયો છે. જ્યારે પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પણ આ મામલે દીપકથી પાછળ રહી ગયો છે. કોહલીએ અત્યાર સુધી ઝ20 ઈન્ટરનેશનલ કરિયરમાં સદી ફટકારી નથી. દીપક હુડ્ડાએ આ સિદ્ધિ આયર્લેન્ડ સામે ડબલિનમાં રમાયેલી ઝ20 મેચમાં મેળવી હતી.
આયર્લેન્ડે પોલ સ્ટર્લિંગના 18 બોલમાં 40 રન, એન્ડ્રૂ બાલબીરીનાના 37 બોલમાં 60 રન તથા જ્યોર્જ ડોકરેલના 16 બોલમાં અણનમ 34 રન તથા માર્ક એડિરના 12 બોલમાં નોટઆઉટ 23 રનની મદદથી 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 221 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ તથા ઉમરાન મલિકે 1-1 વિકેટ લીધી હતી.