યુનિ. ઓફ કેલીફોનિયામાં સંશોધકોએ કરેલા સંશોધન મુજબ ઉજાગરા કરવાથી માનસીક અશાંતિના દરમાં ૩૦ ટકાનો વધારો થાય છે.
કલ્પના કરો કે મનુષ્ય ઉંઘ જ ન કરતો હોત તો ર૪ કલાક કાર્યરત રહી શકતા પરંતુ કલાકો સુધી કાર્યરત રહ્યા બાદ થોડા કલાકોની ઉંઘ મનુષ્યને શારીરિક, માનસીક રીતે ફ્રેશ કરી દે છે. કુદરતે એવી સિસ્ટમ બનાવી છે કે થોડા કલાકોની ઉંઘ લેવાથી કલાકોનો થાક ઉચાટ દુર થઇ જાય છે.
માનસિક શાંતિ અને મગજની સ્થિરતા માટે થઇ રહેલા સંશોધનમાં બેચેન મગજને શાંત અને માનસિક થાકને થાળે પાડી સ્વસ્થ માનસિક સ્થિતિ માટે પુરતી ઉંઘ ખુબ જ અસર કારક પરિબળ હોવાનું સંશોધકોનો ઘ્યાને આવ્યું છે. માનસીક અશાંતિને થાળે પાડવા માટે નિરંતર આંખના હલન ચલન અને શાંતિ ચિત્તે ઉંઘ લેવાથી મગજનો ઉન્માદ હ્રદયના ધબકારા અને બ્લડ પ્રેસરમાં પણ રાહત થાય છે.
યુનિ. ઓફ કોલીફોનિયાનો સંશોધકોએ અભ્યાસમાં એવું તારણ કાઢયું છે કે રાતના ઉજાગરા અને ઉંઘ વગરની રાત માનસિક અશાંતિનો દર ૩૦ ટકા જેટલો વધારે છે.
પ્રોફેસર લાલકરે જણાવ્યું હતું કે અમે ગાઢ નિંદ્રા અને પુરતી ઉંઘનું એક નવું કાર્ય શોઘ્યું છે. ગાઢ નિંદ્રા મગજનો તણાવ ઘટાડે છે. આખી રાતની ડીપ સ્લીપ મગજ સાથે સીધો સંબંધ ધરાવે છે. ધસધસાટ ઉંઘ મગજને કુદરતી રીતે બેચેની માંથી મુકિત આપે છે. જેથી આપણે દરરોજ રાત્રે ધસધસાટ સુઇ જવું જોઇએ.
વોલકરે વધુમાં જણાવ્યું હતું કે કે અમારા નવા અભ્યાસમાં દઢપણે એવું તારણ નિકળ્યું છે કે અપુરતી ઉંઘ આવી તાણની પરિસ્થિતિ નિયંત્રણમાં રાખે છે. બેન સાયમન સહીતના વિજ્ઞાનીકોએ ઉંઘ અને મગજના સંબંધો અંગે ઊંડો અભયાસ શરુ કર્યો હતો.
આ અભ્યાસ માટે કરવામાં આવેલા શ્રેણીબઘ્ધ પ્રયોગોમાં એમ.આર.એફ. પોલીસોનોગ્રાફી, મગજના સ્ક્રેનર ના ૧૮ વર્ષના જુવાન વ્યકિત પર કરવામાં આવેલા પ્રયોગો રાખી રાતની ધસધસાટ નિંદર અને ફરીથી આખી રાતના ઉજાગરના વિડીયો ઉતારીને કરવામાં આવેલા પરિક્ષણમાં આખી રાત જાગનાર વ્યકિત મગજના અભ્યાસમાં મગજના મઘ્ય ભાગ સુધી તણાવની સ્થિતિ ઉભી થઇ હોવાનું જોવા મળ્યું હતું.
જયારે આખી રાત ગાઢ નિંદ્રા ઉંઘ કરનાર વ્યકિતના મગજની તરંગોનો અભ્યાસ કરતાં મગજ અને માથામાં માનસીક વિગાય્રતા અને તણાવનું પ્રમાણ નહિંવત જોવા મળ્યું હતું. ગાઢ ઉંઘના મગજનમાં ફરીથી ઉજાના સંચાર કરે છે. વ્યવસ્થાને આરામ મળવાથી તેની કાર્યદક્ષતા વધે છે. ઉંઘ દરમિયાન મગજની ભૌતિક પ્રક્રિયા, આઘાત, પ્રત્યાધાત ની કાર્યવાહી ધીરી પડવાથી મગજના તમામ ભાગ આરામ મળવાને કારણે ફરીથી તરોતાજા બની જાય છે.
મગજ અને ઉંઘ સંબંધી આ અભ્યાસમાં ૩૦ વ્યકિત ઓ પર પ્રયોગ કરવામાં આવ્યા હતા. આ ૩૦ વ્યકિત ઓને એકવાર ઉજાગરાના સમય ગાળામાંથી પસાર કરાવ્યા બાદ બીજીવાર આખી રાતની પુરતી ગાઢ ઉંઘ કરાવીને મગરજની સ્થિતિનું અવલોકન કરવાનાર આવતા જે રાત્રે પુરતી ઉંઘ થઇ હોય તેના બીજા દિવસે માનસિક અશાંતિનું સ્તર સાવર નીચું જોવા મળ્યું હતું.
ઉંઘના મગજ સાથે સંબંધ હોવા અંગેનો આ અભ્યાસ નેયર હ્યુમન પર જનરલમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો.