પરશુરામ ગ્રુપ દ્વારા રાજકોટના હેમુગઢવી હોલ ખાતે ‘બ્રહ્મત્વ એક ચિંતન’ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ આ શિબિરમા બ્રહ્મત્વ અને બ્રાહ્મણત્વ તેમજ અનેક વિષયો પર રાજય વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ચર્ચા કરી હતી.
રાજેન્દ્ર પ્રસાદે જણાવ્યું હતુ કે સમાજમાં બ્રાહ્મણ એ સૌનુ રક્ષણ કરનાર છે. બ્રાહ્મણોને ભૂમીના દેવ એટલે કે ભુદેવ પણ કહેવાય છે. આ શિબિરમાં મેયરબીના બેન આચાર્ય, રાજેન્દ્ર ત્રિવેદી અને બહોળી સંખ્યામાં બ્રાહ્મણો એ હાજરી આપી હતી.
રાષ્ટ્રના સૌરક્ષણની જવાબદારી બ્રાહ્મણના માથે હોય છે: રાજય વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી
પરશુરામ ગ્રુપ દ્વારા રાજકોટમાં ‘બ્રહ્મત્વ એક ચિંતન’ પર એક અદભૂત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં આપણા ઋષિમૂનીઓની પરંપર, બ્રહ્મત્વ અને બ્રાહ્મત્વ હિન્દુત્વ અને રાષ્ટ્ર અને ઋષિમૂનીઓનાં સંસ્કારનું ખૂબ મોટી ચિંતન રજૂ કરવામાં આવ્યું એમાં અનેકવિધ આયામોને સાંકળીલેવામાં આવ્યા અને બ્રાહ્મણની વ્યાખ્યા શું? બ્રાહ્મણ એટલે શું? , સત્યનો પક્ષ કોણ લે, ધર્મ વિના રાષ્ટ્ર હોય કે કેમ, રાષ્ટ્રના સૌરક્ષણની જવાબદારી બ્રાહ્મણના માથે કેમ આવા અનેક પ્રશ્નોનીક ચર્ચા કરવામાં આવી માસ ભક્ષણ મનુષ્યથી થાય કે કેમ, વેજીટેરીયન કેમ હોવું જોઈએ એના વૈજ્ઞાનિક કારણો સાથે આપણા ઋષિમૂનીએ જે પરંપરા કેળવેલી છે. એનું આદાન પ્રદાન કર્યું હતુ એને સમાજને બ્રાહ્મણ કઈ રીતે મદદ‚પ થઈ શકે, તપશ્ચર્યા એટલે શું, તપશ્ચર્યા બ્રાહ્મણે શા માટે કરવી જોઈએ, શા માટે જ્ઞાન ઉપાજન કરવું જોઈએ જેવી બાબતોનું ચિંતન કરામાં આવ્યું હતુ.
બહોળી સંખ્યામાં સમાજ શ્રેષ્ઠીઓએ રસપ્રદ માહિતી મેળવી: પંકજભાઈ રાવલ
પરશુરામ ગ્રુપ દ્વારા બ્રહ્મત્વ એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ એમાં ૪૦૦ જેટલા બ્રાહ્મણો અને અન્ય સમાજના લોકો હાજર રહ્યા હતા આ શિબિરમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આપણા સમાજને શું જ‚રી છે. સમાજ માટે કેવા કેવા કાર્યો કરવા જોઈએ એવા વિષયો પર ગાઈડલાઈન આવી હતી અને આ કાર્યક્રમ ખૂબ સારા અનુભવ સાથે સફળ થયો હતો.