ક્રાંતિકારી જૈન મુનિ સંતબાણજી દ્વારા સ્થાપિત નળકાંઠા પ્રયોગિક સંઘની વિવિધ પ્રવૃતિઓને બીરદાવતા મહાનુભાવો
ક્રાંતિકારી જૈન મુનિ સંતબાલજી દ્વારા ૧૯૪૭માં સ્થાપિત ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ – ગુંદી આશ્રમ (તા. ધોળકા, જિ. અમદાવાદ) ખાતે આર્થિક-સામાજિક વંચિત વિદ્યાર્થીનીઓ માટે નવનિર્મિત અદ્યતન કન્યા છાત્રાલયનું લોકાર્પણ કરાયું હતુ.
રવિશંકર મહારાજ-સંતબાલજીના નિકટના સાથી, ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના આજીવન સેવક અને પ્રમુખ દાજીભાઈ ફલજીભાઈ ડાભી, પૂર્વ પ્રમુખ ધીરૂભાઈ ફલજીભાઈ ડાભી, અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કી.વી.આઈ.સી.)ની સેન્ટ્રલ ખાદી માર્ક કમિટીના ચેરમેન ગોવિંદસંગ દાજીભાઈ ડાભી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, ભાલ નળકાંઠા ખેડૂત મંડળના પ્રમુખ ગગુભાઈ ગોહિલ (કોચરીયા)ના પ્રમુખ ધીરુભાઈ રાઠોડ, ભૂપતભાઈ ધાંધલ (બોટાદ), જસવંતસિંહ જાદવ (વેજલકા), ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘના મંત્રી જેસીંગભાઈ પરમાર (વેજલકા), સહમંત્રી ભવાનભાઈ પ્રજાપતિ (બાવળા), આશ્રમ સંચાલક કનુભાઈ પઢિયાર, આચાર્ય અરૂણભાઈ ડાભી, ખેતીવાડી સુપરવાઈઝર ગંભીરસિંહ પરમારની આ અવસરે વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
૩૨ વિદ્યાર્થીનીઓનો સમાવેશ થઈ શકે તેવી ચાર ઓરડાંની આ નવીન ક્ધયા છાત્રાલયનું નિર્માણ સંસદસભ્ય મધુસુદનભાઈ મિસ્ત્રીની રૂપિયા ૩૦ લાખની ગ્રાન્ટની સહાયથી થયું છે.
મહાત્મા ગાંધી, કસ્તૂરબા, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, પરીક્ષિતભાઈ મજમુદાર, છોટુભાઈ મહેતા, અંબુભાઈ શાહ, નવલભાઈ શાહ, ફલજીભાઈ ડાભી, ગુલામ રસૂલ કુરેશી, કાશીબેન મહેતા, સ્વામી જ્ઞાનચંદ્રજી, સુરાભાઈ ભરવાડ, હરિવલ્લભભાઈ મહેતા, દુલેરાય માટલિયા, મણિભાઈ પટેલ, ડો. શાંતિભાઈ પટેલ, મીરાબેન પટેલ, કમળાબેન શાહ, મનુભાઈ પંડિતને ઉપસ્થિત સહુએ ભાવાંજલિ અર્પણ કરી હતી. ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મજયંતી નિમિત્તે એમની અંતિમ કૃતિ ‘સોરઠી સંતવાણીમાંથી ગંગાસતીનાં પ્રાચીન ભજનોની હ્રદયસ્પર્શી રજૂઆત થકી સંસ્થાના ૮૪-વર્ષીય પ્રમુખ દાજીભાઈ ડાભીએ સ્વરાંજલિ અર્પણ કરી હતી.