અનેક રૂપે સ્વામિનારાયણ કાર્યક્રમને ધાર્મિક મૂર્તિઓના સૌથી મોટામાં મોટા પ્રદર્શનના ત્રણ એવોર્ડનું રાજ્યપાલના હસ્તે વિમોચન
સ્વામિનારાયણ સંત પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી ચાલી રહેલ કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે સપ્તદિનાત્મક જ્ઞાનયજ્ઞમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યાં.
19 મી ડિસેમ્બર 2021 ના રોજ સુપ્રસિદ્ધ કુંડળધામ ખાતે યોજાયેલા અનેક રૂપે સ્વામિ નારાયણ ભગવાનના વિશ્ર્વ વિક્રમ સર્જક કાર્યક્રમ અંતર્ગત મળેલા ત્રણ એવોર્ડનું વડોદરા કારેલીબાગ સ્વામિનારાયણ મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામીએ હજારો હરિભકતોની હાજરીમાં વિમોચન કર્યું હતું.
રાજ્યપાલ વડોદરા કારેલીબાગ સ્વામિનારાયણ મંદિરના ઘનશ્યામ મહારાજના 18 મા પાટોત્સવ નિમિત્તે વડોદરા આવ્યા હતા.ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઈન્ડિયા બૂક ઓફ રેકોર્ડના આ ત્રણ એવોર્ડના વિમોચન દરમિયાન અનેક સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ત્રણ ત્રણ એવોર્ડ મેળવનાર આ કાર્યક્રમની વિશેષતાએ હતી કે, પૂ.જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી ભગવાન સ્વામિ નારાયણના 7070 (સાત હજાર સિત્તેર) વિવિધ સ્વરૂપોના હજારો હરિભક્તોએ દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભગવાનના વિવિધ સ્વરૂપોને 27 વર્તુળમાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં અને 15000 શુદ્ધ ઘીના દીવડા કરવામાં આવ્યા હતા. હજારો હરિભક્તોએ આ વિવિધ સ્વરૂપોની પ્રદક્ષિણા કરી દંડવત પ્રણામ કર્યા હતા.