લાઈટ હાઉસ પ્રોજેક્ટની મુલાકાત લેતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફિનલેન્ડથી મંગાવેલ રૂપિયા 20 કરોડની કિંમતના હાઇડ્રોલિક પ્લેટફોર્મ મશીનનું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રૈયા ખાતેના લાઇટ હાઉસના પ્રોજેક્ટની મુલાકાત દરમિયાન કર્યું હતું.
આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ મશીન દ્વારા 81 મીટર સુધી એટલે કે આશરે 25 માળ સુધીની હાઇરાઇઝ બિલ્ડીંગોમાં રાહત બચાવની કામગીરી કરી શકાશે. મહાનગરપાલિકાના ફાયર વિભાગ હસ્તક આ હાઇડ્રોલિક પ્લેટફોર્મ મશીન રહેશે. ગુજરાતમાં અમદાવાદ પછી રાજકોટમાં આ ફાયર ફાઈટર મશીન વસાવવામાં આવ્યું છે. આમ સૌરાષ્ટ્રમાં આ મશીન સૌ પ્રથમ છે. આ મશીન સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ યોજના હેઠળ વસાવવામાં આવ્યું છે.
આ પ્રસંગે પ્રભારીમંત્રી જીતુભાઈ વાઘાણી, વાહન વ્યવહાર રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રામભાઇ મોકરિયા, ધારાસભ્ય સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઇ સાગઠિયા, મેયર પ્રદિપભાઈ ડવ, કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, ચીફ ફાયર ઓફિસર ઈલિયાસ ખેર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજકોટના રૈયા ગામ ખાતે પ્રગતિ હેઠળના ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. તેમજ લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.
રૈયા સ્માર્ટ સીટીના ટી.પી. સ્કીમ નં 32 માં 45 મી. રોડ પર આ પ્રોજેક્ટ સાકાર થઇ રહેલ છે. આ આવાસ યોજના સ્માર્ટ સિટી વિસ્તારમાં આવેલ 3 તળાવો પૈકી એક તળાવ પાસે આવેલ છે, જે આવાસ યોજનાના લાભાર્થીઓ માટે એક નવું નજરાણું બની રહેશે. દરેક આવાસમાં 2 રૂમ, લીવીંગ રૂમ, રસોડુ, ટોઇલેટ-બાથરૂમ, વોશિંગ એરિયાની સુવિધા આપવામાં આવનાર છે. તેમજ રસોડામાં પ્લેટફોર્મની નીચે કેબીનેટ અને એક બેડરૂમમાં કબાટ જેવી સુવિધાઓ ઉપરાંત પંખા, કઊઉ લાઈટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે. આવાસોમાં પાર્કિંગ, કોમર્શીયલ કોમ્પ્લેક્ષ, આંગણવાડી, ગાર્ડન, કોમ્યુનીટી હોલ, કમ્પાઉન્ડ વોલ, સોલાર સ્ટ્રીટ લાઈટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી સહિયારી સુવિધાઓ પણ આપવામાં આવશે. આ પ્રોજેક્ટની કામગીરી આશરે માર્ચ-2022 માં પૂર્ણ થશે.
આ પ્રસંગે પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, વાહન વ્યવહાર રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણી, સાંસદ મોહનભાઈ કુંડારીયા અને રામભાઇ મોકરિયા, ધારાસભ્ય સર્વ ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઇ સાગઠિયા, મેયર પ્રદિપભાઈ ડવ, કલેકટર અરુણ મહેશ બાબુ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.