પુનડીની પૂણ્યવંતી ધરા પર રાષ્ટ્ર સંત નમ્રમુનિ મ.સા.ના સાનિધ્યે ગુરૂ સમર્પણ અવસર સંપન્ન

ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે જઙખ આરોગ્યધામ – પુનડીની પુણ્યવંતી ધરા પર, કલ્યાણકારી કચ્છ ચાતુર્માસના મંગલ પ્રારંભે, રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે શ્રદ્ધા, ભક્તિ અને સમર્પણતાની ભેટ અર્પણ કરતો ગુરુ સમર્પણ અવસર સંપન્ન થયો

ગુરુ તત્ત્વનું રહસ્ય સમજાવતા પરમ ગુરુદેવે સેવા, સમર્પણતા, શિષ્યત્ત્વની સાર્થકતા, મોક્ષમાર્ગની આરાધના, ગુરુ-શિષ્યની પ્રસન્નતા અને ગુરુતત્ત્વની મહત્તાની સહજ સમજ આપી આચરણીય બનાવવાની પ્રેરણા આપી હતી.પૂજ્ય   પરમ મહાસતીજીઓ દ્વારા ગુરુગુણ ગુરુ ઉપકાર અને ગુરુૠણ સ્વીકારની અનુભૂતિના ભાવોની અભિવ્યક્તિ કરવામાં આવી હતી તેમજ આ અવસરે ભક્તિકાર  જતીનભાઈ બીડે પોતાના સૂર રેલાવ્યા હતા.

આ અવસરે સર્વ સંકુલના ભાવિકો, સિંગાપોર અને ઞજઅના ભાવિકો દ્વારા ગુરુપૂર્ણિમાની થીમ 5 અભિગમ આધારિત પ્રસ્તુત પાંચ અભિગમનું પાલન ન કરવાથી થતી ગુરુ અશાતનાના પ્રેરક દૃશ્યો પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપસ્થિત દેશ-પરદેશના હજારો ભાવિકોને એક ક્ષણ માટે વિચારતાં કરી ગયાં!

આજ રોજ પરમ ગુરુદેવે નૂતન દીક્ષિત પરમ વિશુદ્ધિજી મહાસતીજીને24મા ઉપવાસના પચ્ચક્ખાણ અર્પણ કર્યા હતા અનેપરમ આરાધ્યાજી મહાસતીજી, પરમ નમસ્વીજી મહાસતીજી, નવદીક્ષિત પરમ શુભમજી મહાસતીજી અને પરમ સુનિષ્ઠાજી મહાસતીજીને 13મા ઉપવાસના પચ્ચક્ખાણ અર્પણ કરતાં સર્વત્ર હર્ષનાદ છવાય ગયા સાથે આ અવસર ભક્તિભાવે સંપન્ન થયો હતો.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.