દસ રૂમ, બે હોલની સાથે સર્વ જ્ઞાતિ માટે અધતન સુવિધાથી ભરપુર: માઠા પ્રસંગ, તેમજ ધાર્મિક પ્રસંગ વિનામૂલ્ય અપાશે
રાજપૂત સમાજના અગ્રણી દેવેન્દ્રસિંહ ઝાલા એ ‘અબતક’ની વાતચીતમાં જણાવાયું હતું કે દસ રુમ, બે હોલની સાથે મહાદેવનું મંદિર તેમજ આશાપુરાના મંદિરની સાથે અધતન સુવિધા સાથે સર્વજ્ઞાતિમાં માઠા પ્રસંગે તેમજ ધાર્મિક પ્રસંગે વિનામૂલ્યે આપવામાં આવશે તેમજ દર અઠવાડીયે સ્વામી નારાયણ સભા અને સ્વાઘ્યાય સભા પણ વિનામૂલ્યે કરાશે.
આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટ સંચાલીત ગાંધીગ્રામ આશાપુરા મંદિર ખાતે નવનિર્મિત રાજપૂત સમાજ ભવનનો ભવ્ય અર્પણ સમારોહ કાલે બપોરે 3.30 કલાકે રાજયના વન તથા પર્યાવરણ વિભાગના કેબીનેટ મંત્રી કીરીટસિંહ રાણાના અઘ્યક્ષ સ્થાને યોજાનાર છે.આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, રાજયના પૂર્વ મંત્રી તથા જામનગરના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને મુખ્ય દાતા પૃથ્વીરાજસિંહ (ઘોઘુભા) જાડેજા તથા રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા ઉ5સ્થિત રહેશે.
તેમજ મુખ્ય અતિથિ વિશેષ તરીકે સુરેન્દ્રનગર ભાજપના પ્રભારી નીતીનભાઇ ભારદ્વાજ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, શહેર ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ ઝાલા, અગ્રણી દાતાઓ સર્વ હરિચંન્દ્રસિંહ જાડેજા, ઘંટેશ્ર્વર, વિજયસિંહ જાડેજા, કે.બી. ચુડાસમા, ડીવાયએસપી, અજીતસિંહ જાડેજા ભુણાવા, કિશોરસિંહ જાડેજા, સહદેવસિંહ ઝાલા, યુવરાજસિંહ સરવૈયા, ઝાલાવડ ડો. રૂદ્રદત્તસિંહ રાણા, ગોહીલવાડ, રઘુવીરસિંહજી જાડેજા મોરબી રાજપુત સમાજના પ્રમુખ, રઘુભા ઝાલા તથા દેવભૂમિ દ્વારકા રાજપુત સમાજના પ્રમુખ મહીપતસિંહજી વાઢેર ઉ5સ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં રાજકોટ શહેરના ક્ષત્રીય સમાજન કોર્પોરેટરો દુર્ગાબા જયદીપસિંહ જાડેજા વોર્ડ નં. 1, મીનાબા અજયસિંહ જાડેજા વોર્ડ-ર નરેન્દ્રસિંહ, પૃથ્વીરાજસિંહ જાડેજા વોર્ડ નઁ.3 નરેન્દ્રસિંહ ભીખુભા વાઘેલા વોર્ડ નં. 10, સુરેન્દ્રસિંહ જુવાનસિંહ વાળા વોર્ડ નં. 13, કિર્તીબા અનિરુઘ્ધસિંહ રાણા વોર્ડ નં. 17 તથા સંજયસિંહ ગુલાબસિંહ રાણા વોર્ડ નં. 18નું વિશેષ સન્માન કરવામાં આવશે. તેમજ આ પ્રસંગે ગાંધીગ્રામ નવનિર્મિત ગાંધીગ્રામ રાજપુત સમાજ ભવનના આર્થિક સહયોગ આપનાર 178 દાતાઓનું, ઉપસ્થિત મહેમાનોને હસ્તે સન્માન કરવામાં આવશે.
કાર્યક્રમને સફળ બનાવવા આશાપુર સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ ઇન્દુભા જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, પ્રવીણસિંહ ઝાલા, દેવેન્દ્રસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ચુડાસમા, જયદીપસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, શકિતસિંહ જાડેજા, મહીપતસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ વાળા, રામદેવસિંહ જાડેજા, જુવાનસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભગવતસિંહ જાડેજા, અરવિંદસિંહ સરવૈયા, જયરાજસિંહ અશોકસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રહલાદસિંહ જાડેજા, ઇતિરાજસિંહ જાડેજા, જહેમત ઉઠાવી રહ્યા છે.
આ કાર્યકમમાં વોર્ડ નં. 1, ર તથા 3 ના વિસ્તારમાં રહેતા ક્ષત્રીય સમાજના પરિવારોને ઉમટી પડવા આશાપુરા સેવા સમાજ ટ્રસ્ટના હોદેોદારોએ અપીલ કરી છે.