સૌપ્રથમ પોતાના આત્મા સાથે મૈત્રી જામે તો જ જીવન સફળ બની શકે: પૂ.ધીરગુરુદેવ
કલકતાના આંગણે કમાણી જૈન ભવન ખાતે પૂ. ધીર ગુરુદેવના સાનિઘ્યે રવિવારીય ઘેર બેઠા શિબિર પ્રવચનમાં પૂ. ધીરગુરુદેવે મૈત્રી આદિ ૪ ભાવની વિવેચના કરતા જણાવેલ કે સૌથી પ્રથમ પોતાના આત્મા સાથે મૈત્રી જામે તો જ જીવન સફળ બની શકે, જીવન સફળ કરવા જ્ઞાન અતિ જરુરી છે. જ્ઞાન વિના રાગ-દ્રેષ ઘડશે નહિ.શાસન પ્રગતિ, સપ્ટેમ્બરનો જયોત્સ્ના દેસાઇ આલેખિત અમૃતનો આસ્વાદ વિશેષાંકની અર્પણ વિધિ યોજાયેલ હતી. જીવદયા કલશનો લાભ ચંદ્રવદનભાઇ દેસાઇએ લીધો હતો. પૂ. ગુરુદેવ પ્રેરિત પ્રભુ મહાવીરની અંતિમ દેશના ઉત્તરા ઘ્યયન સૂત્ર ઓપન બુક એકઝામમાં સેંકડો ભાવિકો જોડાયા છે. જવાબ પત્રની છેલ્લી તા. ૨૫-૨-૨૦૨૧ કરેલ છે. રાજકોટમાં ઇન્દ્ર પ્રસ્થનગર, મુંબઇમાં વિલેપાર્લે અને હિંગવાલા મોટા ઉપાશ્રયેથી પુસ્તક મળી શકશે. ટુંક સમયમાં જૈન તત્વ પ્રકાશ પુસ્તક પ્રગટ થશે.