વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ‘અટલ ટનલ’નું ઉદઘાટન
૩૩૦૦ કરોડના ખર્ચે ૧૦૦૦૦ ફૂટની ઉચાઇ પર બની છે અટલ ટનલ
આજરોજ વડાપ્રધાન નરેન્દ્રમોદીએ વિશ્વની સૌથી લાંબી ‘અટલ ટનલ’ દેશને સમર્પિત કરી છે. ૩૩૦૦૦ કરોડના ખર્ચે ૧૦૦૦ ફૂટની ઉચાઇ પર બનેલી સૌથી લાંબી અટલ ટનલનું વડાપ્રધાને ઉદઘાટન કર્યુ છે. આ ટનલ બનવાથી હવે મનાલી લેહ વચ્ચેનું આશરે ૪૬ કિમીનું અંતર ઘટશે.
આજરોજ વિશ્વની સૌથી લાંબી ટનલ જે રોહતાંગ પાસે બનેલીતે ‘અટલ ટનલ’ને રોહતાંગ પાસે બનેલી તે ‘અટલ ટનલ’નું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કર્યુ છે આ ટનલ ગ્રાઉન્ડ લેવલથી ૧૦૦૦૦ ફૂટની ઉંચાઇ પર બનાવવામાં આવી છે. ૩૩૦૦ કરોડના ખર્ચે બનેલી આ ટનલ બનાવતા આશરે ૧૦ વર્ષ જેટલો સમય લાગ્યો છે. આ ટનલ બનવાથી દેશને ઘણો લાભ થશે.
લદાખમાં સેનાને બારેમાસ જરૂરિયાત મુજબની તમામ વસ્તુઓ પહોંચાડી શકાશે ૯.૦૨ કિલોમીટર જેટલી લંબાઇ ધરાવતી આ અટલ ટનલ મારફત આશરે ૧૫૦૦ ટ્રક સરળતાથી અવર-જવર કરી શકશે.
તેમજ ટનલમા મહતમ ગતિ પ્રતિકલાક ૮૦ કિમીની રહેશે. જયા અટલ ટનલ નિર્માણ પામી છે તે વિસ્તારોમાં છ મહિના જેટલો સમય ભારે હિમવર્ષા થાય છે. ત્યારે આ ટનલ બનતા તરફ સાથે જોડાયેલી વિવિધ રમતોનું આસાનીથી આયોજન કરી શકશે. અને રમત ગમત પ્રવૃત્ઓિને વેગ મળશે.
ઘોડાના નાળની આકાર વાળી બે લેન હાઇવે ટનલ બનતા મનાલી અને લેહ વચ્ચેનું આશરે ૪૬ કિમીનું અંતર ઘટશે જેનો દેશને મોટો લાભ મળશે.