કોઇપણ શહેર કે ગામ જ્યારે આર્થિક કે સામાજીક મુશ્કેલીમાં મુકાય છે ત્યારે વતનનું ઋણ હંમેશા દાતાઓ જ ચૂકવે છે અને આવી પડેલી સંકટમાંથી ઉગારી લઇ માદરે વતનનું ઋણ અદા કરતા હોય છે. શહેરમાં કોરોનાની મહામારીને કારણે કોરોના પોઝીટીવ દર્દીઓ માટે આશાનું કિરણ નગરપાલિકા સંચાલિત કોવિડ હેલ્થ સેન્ટરમાં સો બેડની સુવિધા ઉભી કરી તેમાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે .
અત્યાર સુધીમાં રૂા.65 લાખનું અનુદાન દાતાઓ તરફથી કરવામાં આવ્યું છે
દર્દીઓને વિનામૂલ્યે જમવા-રહેવા, દવા, સહિત આપવામાં આવે છે ત્યારે આવી પ્રવૃતિને બિરદાવવા અને વતનનું ઋણ અદા કરવા મુળ ઉપલેટાના અને હાલ રાજકોટ રહેતા રવિ ડેલલપરાવાળા ચંદ્રલની રવજીભાઇ ડેડાણીયા પરિવારના લલીતાબેન, પિયુષભાઇ, હર્ષાબેન તરફથી એક લાખનું અનુદાન આપવામાં આવ્યું જ્યારે જામજોધપુરવાળા સ્વ.ગોવિંદભાઇ કરમશીભાઇ વાછાણી પરિવારના દેવુકવરબેન તરફથી રૂપિયા એકાવન હજારનું દાન આપવામાં આવેલ છે.