તાકીદે પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવા માંગ: ધો.11માં શિક્ષકો અને વર્ગો મળ્યા પણ ધો.12 માં શિક્ષકોની નિમણુંક કરવા ઇન્કાર
ધોરણ-10 અને 12 માં વર્ષ ર 02 0-2 1માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. માસ પ્રમોશન આપતા ધોરણ-11 માં દર વર્ષ કરતા 3 લાખ જેટલા વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો. 3 લાખ વિદ્યાર્થીઓને ગત વર્ષે પ્રવાસી શિક્ષકો ભણવા માટે મળ્યા હતા, ત્યારે અત્યારે આ વિદ્યાર્થીઓને ભણાવવા પ્રવાસી શિક્ષકો જ નથી જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે.
વર્ષ ર 0ર 1માં ધોરણ-10 અને 1ર માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ધોરણ 10માં 60-65 ટકા પરિણામ આવે છે. ગત વર્ષે માસ પ્રમોશનના કારણે 100 ટકા પરિણામ આવ્યું હતું એટલે સામાન્ય કરતા 3 લાખ જેટલા વધુ વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જેમણે ધોરણ-11 માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. માસ પ્રમોશનથી ધોરણ-11 માં આવેલ ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓ માટે પ્રવાસી શિક્ષક ફાળવવામાં આવ્યા હતા અને કેટલીક સ્કૂલોમાં વર્ગ વધારો કરવામાં આવ્યો હતો.
જ્યારે આ વર્ષે ધોરણ-1ર માં વિદ્યાર્થીઓ આવ્યા ત્યારે તેમના માટે પ્રવાસી શિક્ષકો જ નથી. ધોરણ-11 માં વધારાના વિદ્યાર્થીઓ માટે વર્ગ વધારો પણ આપવામાં આવ્યો હતો ત્યારે હવે જ્યારે સંચાલકો પ્રવાસી શિક્ષકની માંગ કરી રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પ્રવાસી શિક્ષક આપવાનો ઇનકાર થઈ રહ્યો છે અને કહેવામાં આવે છે કે ધોરણ-1ર ની મંજૂરી ના હોવાથી પ્રવાસી શિક્ષક મળવાને પાત્ર નથી.રાજ્યમાં પ્રવાસી શિક્ષકોની ભરતી માટે આ સમગ્ર પ્રક્રિયામાં 10 દિવસ જેટલો સમય લાગશે એટલે 1લી જુલાઈ બાદ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જોકે સત્ર શરૂ થયાના ર 0 દિવસ બાદ ભરતી થતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ અસર પડશે. પ્રવાસી શિક્ષકોની ભરતી માટે પણ કેટલીક મર્યાદા રાખવામાં આવી છે, જેમાં 5થી વધારે તાસ પણ નહીં લઈ શકે. માધ્યમિક શિક્ષકને તાસ દીઠ માનદ વેતન 175 મળશે, મહત્તમ દૈનિક તાસ 5 પૈકી મહત્તમ દૈનિક માનદ વેતન રૂ.875 અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં તાસ દીઠ માનદ વેતન રૂ.ર 00, મહત્તમ દૈનિક તાસ 4 પૈકી મહત્તમ દૈનિક માનદ વેતન રૂ.800 કરાયું છે.પ્રાથમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂ.10,500થી વધે નહીં તે મુજબ, માધ્યમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂ. 16,500થી વધે નહીં તે મુજબ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં ઉચ્ચક માસિક મહત્તમ માનદ વેતનની મર્યાદા રૂ.16,700 થી વધે નહીં તે મુજબ રહેશે, તે પ્રકારનો ઓર્ડર કરાયો છે. આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ભરતી માટે વેકેશનમાં રજુઆત કરી હતી. તેની જગ્યાએ હવે ભરતીનો ઓર્ડર થયો છે. આગામી 1 જુલાઈ સુધીમાં ભરતી પુરી થશે અને સ્કૂલોને શિક્ષકો મળશે.
પ્રવાસી શિક્ષક ના મળતા વિદ્યાર્થીઓના પરિણામ પર અસર
ધોરણ-12 ના વર્ગની મંજૂરી ચાલુ વર્ષમાં આપવાની હતી છતાં તે આપી નથી જેના કારણે પ્રવાસી શિક્ષકો મળી રહ્યા નથી. શિક્ષણ કાર્ય 20 દિવસથી શરૂ થયું છે છતાં શિક્ષક ના મળતા 4000 જેટલા વર્ગના 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને અસર થઈ શકે છે.