પુનમબેન માડમની ખાસ ઉ૫સ્થિતિ: સફાઇ અભિયાનના કોલેજના વિઘાર્થીઓ પ્રકૃતિ પ્રેમીઓ સહિત ૧ર૦૦ થી વધુ લોકો જોડાયા
જામનગર નજીક બાલાચડીનો દરિયાકિનારો હવે પ્રસિદ્ધ છે. ત્યાં ગણેશ ઉત્સવ પછી પી.ઓ.પી માંથી બનેલ ગણેશજીની હજારો મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. ઉત્સવનાં ઉત્સાહમાં લોકો એ વાત ભૂલી જાય છે કે આ રીતે દરિયામાં મુર્તિઓનું વિસર્જન કરવાથી કેટલું પ્રદુષણ ફેલાય છે !
પી.ઓ.પી.માંથી બનેલ આ મૂર્તિઓમાં રહેલ કેમિકલના કારણે અસંખ્ય દરીયાઇ જીવોના મૃત્યુ થાય છે અને ગંદકી ફેલાય તે વધારામાં..અને વળી દરિયા કિનારે ફરવા આવતા સહેલાણીઓના પગે આ મૂર્તિઓના અવશેષો કચડાતા હોય છે; જેના લીધે અનેક લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે ! આ બધી ચિંતાઓનો વિચાર કરીને જામનગરમાં પર્યાવરણ સંરક્ષણની પ્રવૃત્તિઓ માટે પ્રસિધ્ધ છે, તેવી પ્રકૃતિપ્રેમી સંસ્થા *”નવાનગર નેચર કલબ”* દ્વારા આજ રોજ તા: ૩૦/૯/૨૦૧૮, રવિવારના રોજ બાલાચડીનાં દરિયા કિનારે, ગણેશ વિસર્જન પછી દરિયાઈ-સફાઈનું અભિયાન યોજવામાં આવ્યું હતું.
આ સફાઇ અભિયાનમાં શહેર જિલ્લાની કોલેજના વિધાર્થીઓ, પ્રકૃતિપ્રેમીઓ સહિત અંદાજે ૧૨૦૦ જેટલા લોકો જોડાયા હતા.
આ સફાઇ અભિયાનનો હેતુ માત્ર પર્યાવરણનું રક્ષણ અને લોકોની સ્વચ્છતા પ્રત્યે જાગૃતી કેળવાય, તે જ હોય છે.આમતો અમારી આ સંસ્થા સન ૨૦૦૯ થી આ દરિયા કિનારાની સફાઈ કરે છે પરંતુ આ વખતેનો કાર્યક્રમ *સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત હોય તેમજ માનનીય સાંસદ સુશ્રી પુનમબેન માંડમના સહયોગના કારણે વિશિષ્ટ રહ્યો હતો.*
દૂર દૂર સુધી દરિયામાં પથરાયેલ મૂર્તિઓને એકત્રિત કરીને લારી (રેકડી) દ્વારા કાંઠા સુધી પહોચાડી ટ્રેકટરમાં ઠાલવવામાં આવી હતી. અનેઆ મૂર્તિઓને જામનગર ફોરેસ્ટ વિભાગના મરીન નેશનલ પાર્ક વિભાગ દ્વારા યોગ્ય જગ્યાએ વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું.આ સફાય અભિયાનને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખ અને આ અભિયાનના પ્રોજેક્ટ ચેરમેન શ્રી વિજયસિંહ એ.જાડેજા સતત એક મહિનાથી મહેનત કરી રહ્યા હતા.
તદુપરાંત સ્વચ્છતા અભિયાન અંતર્ગત યોજેલ આ કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક શ્રી સેનથિલ કુમાર, મદદનીશ વન સંરક્ષક શ્રી પી.ટી.સિયાણી તથા મેરિન નેશનલ સ્ટાફ તથા સ્વ.શ્રી જીવરાજ લીલાધર અનડકટ ટ્રસ્ટ ના પ્રેસિડેન્ટ ભાવીન અનડકટ તથા સેક્રેટરી જતીન અનડકટ સહિત ૫૦ લોકો તથા એમ.પી શાહ કોમર્સ કોલેજના એન.સી.સી પ્રો. પ્રતીક ડાભી, એન.એસ.એસ.ના વિધાર્થીઓ,ભારતીય આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના એન.એસ.એસ.ઈન્ચાર્જ ડો. પ્રમોદ કુમાર શર્મા સાથે તેમની કોલેજના વિધાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ સ્વચ્છતા અભિયાન ને સફળ બનાવવા માટે નવાનગર નેચર કલબના સભ્યો વિજયસિંહ એ. જાડેજા, દિનેશભાઇ રબારી, વનરાજસિંહ ચૌહાણ, ધર્મેશ અજા, મિતેષ બુધ્ધભટ્ટી, પ્રવિણસિંહ જાડેજા, યુવરાજસિંહ સોઢા, ઉમેશભાઈ થાનકી, કઈંઈ નાં વિકાસ અધિકારી ઉત્પલભાઈ દવે, જાણીતા સ્ટ્રક્ચર એન્જિનિયર સુભાષ ગંઢા વગેરે ખડે પગે રહ્યા હતા અને આ બાલાચડી દરિયાકિનારાનું સફાઇ અભિયાન સુપરે પાર પાડ્યું હતું.