500 થી વધુ ઇલેકટ્રીક ટીવીએસ આઇ-કયુબનું રાજકોટમાં દોડતા થયા છે
એક જ દિવસમાં એક સાથે 111 ટીવીએસ આઇ-કયુબની ડીલેવરી કરીને રાજકોટના માધવ ટીવીએસ ડંકો વગાડી દીધો છે. તા. 19 જુનને રવિવારનો સુરજ કંઇક ખુશીઓ સાથે ઉગ્યો હોય તેમ માધવ ટીવીએસના આંગણે અનેરો મેળાવડો જામ્યો હતો. અગાઉથી બેકીંગ કરાવી આ દિવસના સારા મુહુર્તે 111 ગ્રાહકોએ ડીલેવરી મેળવી અનેરી ખુશી વ્યકત કરી હતી.
અહીં એ ઉલ્લેખનીય છે કે હવેનો સમય વિજળી સંચાલીત વાહનોનો જ રહેવાનો છે. ત્યારે વર્ષોથી ટુ-વ્હીલરની દુનિયામાં ગ્રાહકોનો વિશ્ર્વાસ સંપાદીત કરનાર ટીવીએસ કંપની દ્વારા આ ઇલેકટ્રીક ટીવીએસ આઇ કયુબ તે રાજકોટમાં માધવ ટીવીએસ આંગણે ઉપલબ્ધ કરાવતા પ્રચંદ પ્રતિસાદ મળી રહ્યો છે.
આ અવસરે રાજકોટ ના ઓથોરાઇઝડ ડીલર એવા માધવ ટીવીએસના સાકેતભાઇ હીડોચાએ જણાવ્યું હતું કે અમે ટીવીએસ કંપની દ્વારા બનાવવામાં આવતા દરેક પેટ્રોલ વાહનની સાથે સાથે ઇલેકટ્રીક એમ બન્ને પ્રકારના વાહનો બજારમાં મૂકયા છે. હાલ ટીવીએસ આઇ-કયુબને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ ઇલેકટ્રીક વાહનો ઉપર 4પ દિવસથી લઇને 60 દિવસ સુધીનું વેઇટીંગ ચાલી રહ્યું છે. અમે રાજકોટમાં બે જગ્યા સ્થળે ઉપરાંત જસદણ, વાંકાનેર, વેરાવળ એમ પાંચ સ્થળો ડીલરશીપ ધરાવીએ છીએ.
વળી બીજી આકર્ષણની વાત એ છે કે તેમાં બજારમાં ઉપલબ્ધ સારામાં સારી ટેકનોલોજીનો અને ઉત્તમ કવોલીટીનો ઉપયોગ થયો છે. આરામદાયક બેઠક વ્યવસ્થા સાથે સાથે ખુબ સ્પેશ મળી રહે તેવી વિશાળ ડેકી ધરાવે છે. વળી સ્ત્રી, હોય કે પુરુષ બાળક હોય કે કિશોર, યુવા હોય કે વૃઘ્ધ સૌને ગમી જાય તેવો તેનો લુક છે. એટલે ટીવીએસ આઇ-કયુબને પારિવારિક પસંદગી મળે છે. હાલ સરકાર પણ ઇલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપી રહી હોવાથી 70 હજાર સુધીની સબસીડી પણ આ બાઇકની ખરીદી પર મળવાપાત્ર છે. આમ બધી રીતે લોકોને ઇલેકટ્રીક ટીવીએસ આઇ-કયુબ સ્યુટેબલ થતુ હોવાથી હાલ લોકો માટે ઇલેકટ્રીક વાહનની પસંદગીનું પ્રથમ વાહન ટીવીએસ આઇ-કયુબ બની ગયું છે.
રાજકોટમાં ગોંડલ રોડ પર સુર્યકાન્ત હોટલ પાસે આવેલ માધવ ટીવીએસ શો-રુમ પર તા. 19ના સૌથી વધુ કહી શકાય તે રીતે 111 ઇ-બાઇકની ડીલેવરીનો અવસર સૌએ હરખભેર વધાવી લીધો હતો. વિનયી અને વિવેક સ્ટાફ તેમજ સંતોષજનક સર્વીસ એજ આ શો-રૂમનું જમા પાસુ બની રહ્યું છે. આઇ-કયુબ બુકીંગ અને ડીલેવરી અંગેની વધુ માહીતી માટે માધવ ટીવીએસ, સુર્યકાન્ત હોટલ પાસે, ગોંડલ રોડ, રાજકોટ માધવ ટીવીએસ મારવાડી ફાઇનાન્સ સામે, નાનામા મેઇન રોડ, રાજકોટ ખાતે રુબરુ અથવા મો. નં. 80111 56111 ઉપર સંપર્ક કરી શકાય છે.