ઉંઝા ખાતે ગણતરીની કલાકોમાં ભવ્યાતિભવ્ય લક્ષચંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. ન ભૂતો ન ભવિષ્યતી એવા મહાયજ્ઞમાં અનેક દાતાઓ, સમાજ શ્રેષ્ઠીઓનો સહયોગ સાંપડયો છે. લાખો પરિવારો અહી મહોત્સવનો લાભ લેવા, માં ઉમાને શીશ ઝુકાવવા ઉમટી પડશે મહોત્સવના પ્રારંભ પૂર્વે આજે સવારે ૮.૩૦ થી ૧૧ વાગ્યા સુધી ૧૦૮ યજમાનોની દેહશુધ્ધિ વિધિ યોજાઈ હતી
આ દેહશુધ્ધિ વિધિ વિદ્વાન ભુદેવો દ્વારા કરવામાં આવી હતી. ૧૦૮ યજમાનોની દેહશુધિધ વિધિમાં વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ ડી.એન.ગોલ, મેપ ઓઈલવાળા અરવિંદભાઈ પટેલ સહિત અનેક નામી યજમાનો સમાજ શ્રેષ્ઠીઓ જોડાયા હતા. આજે સવારે દેહશુધ્ધિ વિધિમાં મોટી સંખ્યામાં કડવા પાટીદારો પણ ઉપસ્થિત રહ્યા હતા.