વિવિધ સામાજીક, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃતિઓમાં નાના મોટા સૌનો સાથ
દુંદાળા દેવનું સ્થાપન કરી ભાવિક ભકતો દ્વારા ઉમંગ અને ઉત્સાહથી ગણેશોત્સવની ઉજવણી થઇ રહી છે. ત્યારે શહેરના રાધિકા પાર્કમાં શકિતગ્રુપ દ્વારા ગણેશ ઉત્સવ ઉજવાઇ રહ્યો છે.
યુનિવર્સિટી રોડ પાસે આવેલા રાધિકા પાર્કમાં નાના મોટા સર્વ ભકતો દ્વારા ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. મોર પંખના શણગાર સાથે બિરાજતા ગણેશની મૂર્તિ ખુબ જ આહલાદક લાગી રહી છે.
શકિત ગ્રુપ દ્વારા બિરાજીત આ ગણેશના દર્શને મોટી સંખ્યામાં શ્રઘ્ધાળુઓ ઉમટી પડે છે. વિઘ્નકર્તાને દરરોજ વિવિધ પ્રસાદી ધરવામાં આવે છે. જેમાં મનભાવન લાડુ તો હોય જ છે પરંતુ સાથે સાથે અનય પ્રસાદી પણ ધરવામાં આવે છે.
શકિતગ્રુપ દ્વારા બિરજતા આ ગણેશોત્સવમાં દરરોજ સાંઘ્ય આરતી મહાનુભાવો દ્વારા કરવામાં આવે છે. આ સાથે વિવિધ સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન શકિતગ્રુપ દ્વારા કરવામાં આવે છે