વર્ષ 2019માં સ્વિસ બેંકમાં જમા ભારતીયોના પૈસામાં ઘણો ઘટાડો આવ્યો છે. સ્વિત્ઝરલેન્ડ સેન્ટ્રલ બેંક તરફથી રજૂ વાર્ષિક રિપોર્ટ મુજબ વર્ષ 2019માં ભારતીયોના કુલ 6625 કરોડ જમા હતા જે વર્ષ 2018ની સરખામણીમાં 6 ટકા ઓછા હતા. આ સતત બીજુ એવું વર્ષ છે કે જ્યારે સ્વિસ અકાઉન્ટમાં ભારતીયોના જમા પૈસામાં ઘટાડો આવ્યો છે.

સતત બીજા વર્ષે નોંધાયેલા આ ઘટાડાના કારણે સ્વિસ અકાઉન્ટમાં કુલ જમા પૈસા, ત્રણ દાયકાના સૌથી નીચલા સ્તર પર આવી ગયા છે. સ્વિસ બેંકે વર્ષ 1987થી ડેટાનું સંગ્રહણ શરૂ કર્યું છે.

સ્વિસ નેશનલ બેંકના રિપોર્ટ મુજબ ભારતીયો દ્વારા વર્ષ 1995માં સૌથી ઓછા 723 મિલિયન સ્વિસ ફ્રેંક અને બીજા સૌથી ઓછા વર્ષ 2016માં 626 મિલિયન સ્વિસ ફ્રેંક જમા કરવામાં આવ્યા હતા. ત્રીજા સૌથી ઓછા વર્ષ 2019માં 899 મિલિયન સ્વિસ ફ્રેંક છે.આ આંકડા અનુસાર ગત વર્ષે સ્વિત્ઝરલેન્ડની બેંકોમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશના નાગરિકો અને કંપનીઓની જમા રાશિ પણ ઘટી છે. જ્યારે અમેરિકા અને બ્રિટનના લોકોની સ્વિસ બેંકોમાં જમા રાશિ વધી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.