ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે મુખ્યમંત્રી રૂપાણીને પત્ર પાઠવી રજૂઆત કરી
અમરેલી જિલ્લામાં કોરોનો કહેર વધતા લોકોના જીવ જોખમમાં માં મુકાયા છે કોરોના દર્દીઓને સારવાર નજીકના સેન્ટરમાં મળે તે માટે જિલ્લાના અનેક તાલુકામાં કોવિડ19 સેન્ટર ઉભા થવા લાગ્યા છે ત્યારે બાબરા લાઠી અને દામનગરમાં પણ કોવિડ 19 સેન્ટર ઉભું કરવા વિવિધ સામાજિક અને રાજકીય અગ્રણીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી પાસે માંગ કરવામાં આવી રહી છે
ત્યારે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મેં પત્ર પાઠવી લાઠી સિવિલ હોસ્પિટલને કોવિડ19 સેન્ટર જાહેર કરવા માંગ કરેલ છે તેઓએ પત્રમાં લાગણીસભર રજુઆત કરતા જણાવ્યું હતું હાલ વૈશ્વિક મહામારી નો સમય છે ત્યારે લોકોની મહામૂલી જિંદગી બચાવી એ આપણા સૌની ફરજ બને છે કોંગ્રેસના ધારાસભ્ય તરીકે તમામ પ્રકારની મદદ કરવાની લાગણી વ્યક્ત કરું છું આપ જિલ્લાના તમામ ધારાસભ્ય અને સાંસદ અને અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી આગવું આયોજન કરવું જોઈએ
આમ લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજયના મુખ્યમંત્રીને પત્ર પાઠવી કોરોના કાળમાં અમરેલી જિલ્લામાં પૂરતી મદદ કરવા રાજ્ય સરકાર આગળ આવે તે અતિ જરૂરી હોવાનું અંતમાં જણાવ્યું હતું