૧૦ ફ્રેબ્રુઆરીએ વસંત પંચમીના દિને અયોઘ્યા કૂચ કરાશે: મંદિર નિર્માણની જવાબદારી સાધુ-સંતો ઉપાડી લેશેની પરમ ધર્મ સંસદમાં જાહેરાત
રામ જન્મભૂમિ અને રામ મંદીરના વિવાદ છેલ્લા ત્રણ દાયકાથી ચાલી રહ્યો છે. ત્યારે આ વિવાદ વચ્ચે સાધુ, સંતો, મહંતો અને રાજકીય પક્ષો દ્વારા દરરોજ કેટલાક લવાદીત નિવેદનો કરવામાં આવે છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં આવું જ એક વિવાદીત નિવેદન શંકરાચાર્યની ધર્મ સંસદ દ્વારા કરવામાં આવ્યું છે.
શંકરાચાર્ય સ્વામી સ્વા‚પાનંદ સરસ્વતી દ્વારા કુંભ મેળામાં આયોજીત પરમ ધર્મસંસદમાં રામ મંદીર નિર્માણ માટે ર૧ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ આધાર શિલા મૂકવાનો પ્રસ્તાવ પસાર કરાયો હતો. આ માટે સાધુ સત્યાસીઓ અયોઘ્યા કૂચ કરશે. પરમ ધર્મસંસદના પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે ર૧ ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ રામમંદિર નિર્માણનો પ્રારંભ થશે. મંદીર નિર્માણની જવાબદારી સાધુ સંતો ઉપાડી લેશે. શંકરાચાર્ય સ્વામી સ્વરુપાનંદ સરસ્વતીએ જણાવ્યું હતું કે ‘મોદી સરકાર જન્મભૂમિ છોડીને અન્ય સ્થળે મંદીરનુ નિર્માણ કરવાનું કાવતરુ ઘડી રહી છે અને અયોઘ્યા જઇને રામ જન્મભૂમિ પર મંદીરનો શિલાન્યાસ કરીશું’
ઉલ્લેખનીય છે કે શંકરાચાર્યએ એવું પણ કહ્યું હતું કે ‘સાધુ સંતો અલ્હાબાદથી અયોઘ્યા માટે ૧૦ ફેબ્રુઆરી વસંત પંચમીના શુભ દિને કુચ કરશે અને સાધુ સમાજ રામલલ્લા માટે ગોળી ખાવા પણ તૈયાર છે. સ્વામી અવિમુકતેશ્વરાનંદે વધુમાં જણાવ્યું હતું કે રામ મંદીર માટે શાંતિપૂર્ણ અને અહિંસક સવિનય આંદોલન ચલાવવામાં આવશે. અયોઘ્યામાં ર૧ ફેબ્રુઆરીએ શિલાન્યાસની તીથી નકકી કરાઇ છે.
જો સાધુ સંતોને આમ કરતા અટકાવવામાં આવશે તો તેઓ ગોળી ખાવા પણ તૈયાર છે.
રામ મંદીરનો વિવાદ વધુ વકરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. શંકરાચાર્યની ધર્મ સંસદ બાદ હવે આજથી કુંભમાં વિશ્વ હિન્દુ પરિષદની બે દિવસીય ધર્મસંસદ શરૂ થઇ રહી છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીને કારણે વિશ્વ હિન્દુ પરિષદના તેવર ઢીલા પડયા છે પરંતુ વિશ્વ હિન્દુ પરિષદની ધર્મ સંસદમાં જ નકકી થશે કે સરકારી મુશ્કેલીઓ ઓછી થશે કે નહીં. વિશ્વ હિન્દુ પરિષદ ની ધર્મ સંસદમાં નૃત્ય ગોપલદાસ જેવા ધર્મગુરુઓ સાથે આર.એસ. એસ.ના વડા મોહન ભાગવત પણ ઉ૫સ્થિત રહેશે.