નીટનું પરિણામ જાહેરક કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે નીટની પરીક્ષામાં 7,97,042 વિદ્યાર્થીઓને સફળતા મળી છે. જોકે નીટમાં ગુજરાતી વિદ્યાર્થીઓનું નબળુ પ્રદર્શન રહ્યું છે. રાષ્ટ્રીય પરીણામ 56.27 ટકા રહ્યુ જ્યારે ગુજરાતનુ 46.35 ટકા પરિણામ રહ્યું છે. ગુજરાતમા 35 હજાર 177 વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી ક્વોલીફાઈડ થયા.
મેડકિલ અને ડેન્ટલના પ્રવેશ માટે NEETની પરીક્ષા લેવાઈ છે. ગત વર્ષના પરીણામ કરતા આ વર્ષના પરીણામમાં સુધારો થયો છે.
નીટના ઉમેદવારો પોતાનું પરિણામ (NEET Result 2019) ઓફિશિયલ વેબસાઇટ ntaneet.nic.in પર જોઇ શકે છે. NEET 2019 પરિણામમાં ઉમેદવાર પોતાનું નામ, રોલ નબંર, શ્રેણી અનુસાર પર્સેટાઇલ અને સ્કોર, વિષય અનુસાર સ્કોર, કુલ ગુણ અને ઓલ ઇન્ડિયા રેન્ક(AIR) જોઇ શકે છે.