જામનગર જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ વિભાગની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓના અભાવે બંધ કરવા એસ.એમ.ટી.એ ઠરાવ કર્યા બાદ આવી 17 શાળાઓ બંધ કરવા માટે પ્રાથમિક શિક્ષણ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
શિક્ષણ વિભાગના જામનગર તાલુકા સહિત લાલપુર, ધ્રોલ, જામજોધપુર, જોડિયા, કાલાવડ વગેરે તાલુકામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીની સંખ્યા પુરતી હોય અને અમુક અંતરિયાળ વિસ્તારમાં ચાલતી શાળાઓમાં વિદ્યાર્થીઓ ન હોવાના કારણે આવી સ્કૂલ બંધ કરી મર્જ કરવા માટે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીએ ઠરાવ કરીને શિક્ષણ વિભાગને જાણ કરી હતી. જે અન્વયે જિલ્લા પ્રાથમિક નાયબ શિક્ષાધિકારી પાલા અને કેળવણી નિરીક્ષક હડિયાએ આવી સ્કૂલોનો રીપોર્ટ તૈયાર કરીને બંધ કરવા માટે જરૂરી કાર્યવાહીના અંતે આશરે 20થી 22 શાખાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે. જામનગર સહિત રાજ્યભરમાં વિદ્યાર્થીઓની સંખ્યા ન હોય તેવી શાળાના બંધ કરી ફાજલ શિક્ષકોનો અન્ય શાળામાં બદલી કરવા માટે વધના કેમ્પ યોજવાની સુચના આપી હતી જે અન્વયે તાજેતરમાં આવા કેમ્પનું આયોજન કરીને ફાજલ શિક્ષકોને અન્ય શાળામાં સમાવેશ કરી ભારણ ઘટાડામાં આવ્યુ છે.