સ્ટાર્ટઅપ સમિટમાં કોમ્યુનિકેશન અને આઇટી મંત્રી રવિશંકર પ્રસાદે પાક. પર શાબ્દિક પ્રહાર કર્યા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દુર કરી કાશ્મીરના વિકાસમાં અવરોધરુપ આપતા દરજજાની સમાપ્તીના ભારતનાં ક્રાંતિકારી નિર્ણય સામે હાથ ધસતું રહી ગયેલું પાકિસ્તાન હવે આતરરાષ્ટ્રીય સ્તરે પણ દિવસેને દિવસે પાછું પડી ગયું છે. પાકિસ્તાનને તાજેતરમાં જ આંતર રાષ્ટ્રીય નિયમોને નજર અંદાજ કરીને બન્ને દેશો વચ્ચેની ટપાલ સેવા બંધ કરવાનો નિર્ણય કરી આંતર રાષ્ટ્રીય નિયમોનો ભંગ કર્યો છે. ભારતે પાકના આ નિર્ણયનો ભારે વિરોધ નોંધાવ્યો છે.

જમ્મુ-કાશ્મીરના સ્વાયત્તા દરજજાના ખાતમા પછી ઓગસ્ટ ર૮  બાદ પાકિસ્તાને ભારતમાંથી મોકલાવવામાં આવતી ટપાલો સ્વીકારવાનું બંધ કરી દીધું હતું. કોમિનિકેશન અને આઇટી મંત્રી રવિશંકર પ્રસોદે જણાવ્યું હતું કે ઇસ્લામાબાદ સત્તાવાળાઓએ કોઇપણ જાતનું કારણ કે નિયમ મુજબની નોટીસ આપ્યા વગર પોસ્ટલ સેવા બંધ કરી દીધી છે. પાકિસ્તાનની આ હરકત સરેઆમ વિશ્વ ટપાલ સંઘના નિયમોનું ઉલ્લધન છે. પણ પાકિસ્તાન તો પાકિસ્તાન છે તેમ મંત્રીએ સ્ટાર્ટઅપ સમિટના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.

પાકિસ્તાને ભારતથી મોકલવામાં આવતી ટપાલો અને પાકિસ્તાન દ્વારા મોકલાનારી ટપાલોનો વ્યવહાર બંધ કરવા ટપાલનો સ્વીકાર અને ટપાલ મોકલવાનો ઇન્કાર કરી દીધો હતો.

ભારતીય ટપાલ વિભાગે આ મેલ એડ્રેસ વાળી ટપાલોનો વિનીયમ અટકાવી દીધો છે. પાકિસ્તાનની સંવાદ દાતાઓ સાઉદી અરબ એરલાઇન્સના વિનિમય માઘ્યમ કે જે બન્ને દેશો વચ્ચે ટપાલની આપે-લે કરે છે તેને આ અંગે જણાવી ચુકી છે.

આ સેવા અત્યાર સુધી ભાગલા બન્ને દેશો વચ્ચે ભુતકાળ માં થયેલ યુઘ્ધો અને સીમા પારના તણાવ છતાં કયારેય બંધ થઇ ન હતી. બન્ને દેશો વચ્ચે કોઇપણ પરિસ્થિતિમાં ટપાલ સેવા ચાલુ જ રહી હતી. સાઉદી અરબ એરલાઇન્સ બન્ને દેશો વચ્ચેનું ટપાલ વ્યવહાર જીવંત રાખવાનું કામ કરતું આવ્યું છે ત્યારે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય નિયમોનું ભંગ કરી બન્ને દેશો વચ્ચેની ટપાલ સેવા સ્થગિત કરી દેવાનો નિર્ણય લઇને આંતર રાષ્ટ્રીય મંચ પર પોતાની ભારત વિરોધી માનસકર્તાની બદનામી  ટોપલામાં માથુ ફસાવીને ફજેતીનું ભોગ બની ચુકયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.