ચીફ જસ્ટીસની ખંડપીઠ દ્વારા સરકાર તથા વનવિભાગને કારણદર્શક નોટિસ ઈસ્યુ કરી
સિંહોને મધ્ય પ્રદેશ લઈ જવા સામે લડત આપનાર એડવોકેટ તુષાર ગોકાણીની ટીમની લડત
વન અને પર્યાવરણ વિભાગ દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૭ના પરીપત્રથી જંગલ વિસ્તારમાં આવેલા કનકાઈ મંદિરમાં પ્રવાસીઓને રાત્રી રોકાણની પરવાનગી આપવામાં આવતા તે પરીપત્ર કાયદાથી વિ‚ધ્ધનો અને વન્ય જીવોને નુકશાન કરતા હોવાથી રાજકોટ સ્થિત વાઈલ્ડ લાઈફ ક્ધઝર્વેશન ટ્રસ્ટ દ્વારા હાઈકોર્ટમાં પડકારાતા હાઈકોર્ટે ગુજરાત સરકાર, વન વિભાગ તથા કનકાઈ મંદિર ટ્રસ્ટ સામે કારણદર્શક નોટીસ કાઢવામાં આવી છે.
આ કેસની વિગત એવી છે કે, ભારત સરકારના પાર્લામેન્ટરી કમિટીના રીપોર્ટ મુજબ સને ૧૯૯૨-૯૩થી ગીર જંગલમાં આવેલા કનકાઈ તથા બાણેજ મંદિરોમાં પ્રવાસીઓની અવરજવરમાં અતિશય વધારો થતા ગુજરાત સરકાર દ્વારા તા. ૪-૮-૯૩ તથા તા. ૩-૧૧-૯૮ના પરીપત્રો બહાર પાડી કનકાઈ તથા બાણેજ મંદિરમાં પ્રવાસીઓને રાત્રી રોકાણની મનાઈ ફરમાવી અને સેન્કચ્યુરી વિસ્તારમાં સૂર્યોદયથી સૂર્યાસ્તના સમય સુધી જ પ્રવેશ આપવાનો નિયમ બનાવવામા આવેલો હતો. કનકાઈ મંદિર ટ્રસ્ટ કનકેશ્ર્વરી ર્જીણોધ્ધાર સમિતિ દ્વારા સરકારના ઉપરોકત પરીપત્રોને સને ૨૦૦૮માં હાઈકોર્ટમાં પડકારી એવી રજુઆત કરવામાં આવેલી કે તુલસી શ્યામ મંદિરમાં જો રાત્રી રોકાણની પરવાનગી આપવામાં આવતી હોય તો કનકાઈમાં પણ રાત્રી રોકાણની છૂટ આપવી જોઈએ જે માંગણી હાઈકોર્ટ દ્વારા તા. ૨૪-૩-૨૦૦૮ના રોજ ગ્રાહ્ય રાખવામાં આવી ન હતી.
ત્યારબાદ વખતોવખત કનકેશ્ર્વરી ર્જીણોધ્ધાર સમિતિ દ્વારા સરકારમાં નિયમોની છૂટછાટ કરવા રજુઆતો કરવામાં આવેલી જે રજુઆતો ધ્યાને લઈ સરકારના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા તા.૧.૯.૧૭ના રોજ નવો પરીપત્ર બહાર પાડી અગાઉના એટલે કે તા.૪-૮-૯૩ તથા તા. ૩-૧૧-૯૮ના પરીપત્રોમાં ફેરફાર કરી કનકાઈ મંદિરમાં એક દિવસે ૫૦ વ્યકિતઓની રાત્રી રોકાણ કરવા પરવાનગી આપવામાં આવેલી અને તે પરવાનગી મંદિરના ટ્રસ્ટના હોદેદારોની ભલામણથી વન વિભાગ દ્વારા પાસ પરમીટ આપવામાં આવશે તેવું ઠરાવવામાં આવેલું.વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વિવાદીત પરીપત્ર બહાર પડાયાનું રાજકોટની વાઈલ્ડ લાઈફ ક્ધઝર્વેશન ટ્રસ્ટના ધ્યાન ઉપર આવતા સરકારમાં રજુઆતો કરેલી પરંતુ સરકાર દ્વારા કોઈ નકકર પગલા ન ભરાતા વાઈલ્ડ લાઈફ ક્ધઝર્વેશન ટ્રસ્ટ દ્વારા હાઈકોર્ટમાં એડવોકેટ તુષાર ગોકાણી તથા પ્રતિક જસાણી મારફતે પી.આઈ.એલ. દાખલ કરવામાં આવેલી છે.
જંગલમાં અંદાજે ૨૫ થી ૩૦ જેટલા અલગ અલગ ધર્મસ્થાનો છે. અને જો તમામ લોકોને આ રીતે રાત્રી રોકાણની પરવાનગીઓ આપવામાં આવે તો જંગલ શહેર બની જાય અને વન્યજીવોને તથા પર્યાવરણને અતિ ગંભીર નુકશાન થાય તેમ છે. પ્રવાસીઓ માટે ગીર નેશનલ પાર્ક તથા સેંચ્યુરી ૧૫ જૂનથી ૧૫ ઓકટોબર સુધી તમામ લોકો માટે બંધ રાખવામાં આવે છે. જયારે સરકારના તા.૧.૯.૧૭ના વિવાદીત પરીપત્રમાં સેન્કચ્યુરી બંધ હોય ત્યારે પ્રવેશબંધીનો કોઈ ચોકકસ ઉલ્લેખ કરવામાં આવેલ નથી.વાઈલ્ડ ક્ધઝર્વેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી પીઆઈએલ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ આર.સુભાષ રેડ્ડી તથા વી.એમ. પંચોલીની ખંડપીઠ સમક્ષ સુનાવણીર્થે નીકળતા સરકાર, વન અને પર્યાવરણ વિભાગ તથા કનકેશ્ર્વરી ર્જીણોધ્ધાર સમિતિને નોટીસ ઈસ્યુ કરવામાં આવેલ છે.
આકેસમાં વાઈલ્ડ લાઈફ ક્ધઝર્વેશન ટ્રસ્ટ વતી હાઈકોર્ટમાં સીનીયર એડવોકેટ નવીનભાઈ પાહવા, તુષાર ગોકાણી, પ્રતિક જસાણી, અને રીપન ગોકાણી તેમજ રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રીઓ મોહનભાઈ સાયાણી, અભયભાઈ ભારદ્વાજ, દિલીપ પટેલ સ્તવન મહેતા, અમૃતા ભારદ્વાજ ગૌરાંગ ગોકાણી, કેવલ પટેલ રોકાયેલા છે.