આજી બીએસઈ સેન્સેકસ ૩૦ના સ્ટોક ઉપર ટ્રાન્જેકશન ચાર્જ વસુલશે નહીં. હાલ બીએસઈ ટ્રેડ દીઠ રૂ.૦.૫૦ થી રૂ.૧.૫૦ સુધી ટ્રાન્જેકશન ચાર્જ ઉઘરાવે છે.
એસ એન્ડ પી બીએસઈ ૩૦ સ્ટોક ભારતના ર્અતંત્રનો માપદંડ છે. આ શેરોમાં તી ચડ-ઉતર ર્અતંત્રની તંદુરસ્તી દર્શાવે છે. આ સ્ટોક ઉપરી ટ્રાન્જેકશન ચાર્જ હટાવવાનો હેતુ રિટેલ ઈન્વેસ્ટરને લાર્જ કેપ સ્ટોકમાં રોકાણ માટે પ્રોત્સાહન આપવાનો છે.
૧ લાખ સુધીના ટ્રાન્જેકશનમાં બીએસઈ ૧.૫૦ રૂપિયો પર ટ્રેડ ઉઘરાવે છે. જેમ-જેમ ટ્રાન્જેકશન વધતુ જાય છે તેમ તેમ ચાર્જ ઘટતો જાય છે. હવેથી આ ૩૦ સ્ટોક ઉપર ટ્રાન્જેકશન ચાર્જ લાગશે નહીં. પરિણામે રિટેલ રોકાણકારોને રાહત મળશે. બીએસઈએ એ, બી અને ટી સહિતની કેટેગરીમાં સ્ક્રીપ્ટનું વિભાજન કર્યું છે. એ કેટેગરીમાં ૩૦૦ સ્ક્રીપ્ટ છે. જયારે બીમાં ૩૦૦૦ી વધુ સ્ટોકનો સમાવેશ થાય છે.