સભામાં વન કવચ બનાવવા વન સંરક્ષણ કચેરીને જમીન ફાળવણીની દરખાસ્તને સર્વાનુમતે મંજુરી અપાઇ

જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત બજેટ ની સામાન્ય સભા માં કોમર્શિયલ ટેક્સ માં ધરખમ વધારો કરાયો હતો. જે અંગે વ્યાપક રજૂઆત નાં પગલે અંગે  મળેલી સામાન્ય સભામાં વેરા મા  ઘટાડો કરવા નિર્ણય લેવાયો હતો. જો કે, એકંદરે વેરા માં અડધો વધારો તો રહેશે જ .જેની સામે વિપક્ષે તમામ વધારો પાછો ખેંચવા માંગણી કરી હતી.

જામનગર મહાનગરપાલિકા ની સામાન્ય સભા આજે ધન્વન્તરિ હોલ માં મેયર બીનાબેન કોઠારી ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ડેપ્યુટી મેયર તપન પરમાર, કમિશ્નર ડી.એન. મોદી, કોર્પોરેટરો વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

શ્રાવણી મેળા ના દિવસો , અપસેટ પ્રાઈઝ વિગેરે નક્કી કરવાની દરખાસ્ત સર્વાનુમતે મંજૂર કરવામાં આવી હતી. વન કવચ બનાવવા માટે વન સંરક્ષક કચેરીને જમીન ફાળવણીની દરખાસ્તને પણ સર્વાનુમત્તે મંજૂરી અપાઈ હતી. જેની ચર્ચામાં ભાગ લેવા વિપક્ષના આનંદ રાઠોડએ કહ્યું હતું કે, આવક વધી છે તો સુવિધામાં પણ વધારો કરવો જોઈએ, તો જેનમબેન ખફીએ કહ્યું હતું કે, લાગવગથી જગ્યાની ફાળવણી ની ચર્ચાઓ પણ થઈ રહી છે. તો વન કવચ માટેની જગ્યા ફાળવણી અંગે મ્યુનિ. કમિશ્નરે સ્પષ્ટતા કરી હતી કે, ગીચ ફોરેસ્ટ ટાઈપ બગીચો બનાવાશે જેનો લોકો ઉપયોગ કરી શકશે, અને ઓક્સિજન પાર્ક પણ ત્યાં બનશે. ઈએસઆઈ એક્ટ જામનગર મહાનગરપાલિકા માં લાગુ કરવા ની દરખાસ્ત પણ સર્વાનુમત્તે મંજૂર કરવામાં આવી હતી.

જામનગર – લાલપુર માર્ગે રંગમતી નદી ઉપર સ્વખર્ચે પુલ બનાવવા માટેની દરખાસ્ત જેનબબેન ખફીના વિરોધ સાથે મંજૂર કરવામાં આવી હતી. એટલે કે, વિપક્ષ ના અન્ય સભ્યોને વાંધો નથી તેવુ ફલીત થાય છે. આ મુદ્દે બોલતા વિપક્ષના કોર્પોરેટર જેનબબેન ખફીએ કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ શા માટે બે કરોડનો ખર્ચ કરે ? બિલ્ડરના ફાયદા માટેનો આ પ્રયત્ન છે. આ અંગે કમિશ્નરે જવાબ આપતા કહ્યું હતું કે, આનાથી લોકો ને ફાયદો થશે.

આ પછીની કેટલીક દરખાસ્તો અધ્યક્ષસ્થાનેથી રજૂ કરવામાં આવી હતી. જેમાં જીઆઈડીસી અને જામનગર મહાનગરપાલિકા વચ્ચે ટેક્સના મુદ્દે એમઓયુ કરવાની દરખાસ્ત રજૂ થઈ હતી. જેમાં દરેડ – ઉદ્યોગનગર વિસ્તારમાંથી મળનાર ટેક્સની રકમમાંથી રપ ટકા રકમ મહાનગરપાલિકાને મળશે, જ્યારે 7પ ટકા રકમમાંથી જીઆઈડીસી ફેસ-ર અને 3 માં વિકાસ કામો થશે. જેમાં વિપક્ષના અસ્લમ ખીલજી વિગેરેએ માંગ કરી હતી કે, મીડલ કમિટી સભ્ય તરીકે વિપક્ષને પણ સ્થાન મળે. જો વિપક્ષના સભ્યને કમિટીમાં સ્થાન ન મળે તો વિપક્ષનો આ દરખાસ્તનો વિરોધ છે. આખરે બહુમતિ થી દરખાસ્ત મંજૂર રાખવામાં આવી હતી.

અન્ય એક દરખાસ્તમાં સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ભરતી કરવાનું મંજુર રખાયું હતું. જે અંગે આનંદ રાઠોડએ ચર્ચામાં ભાગ લીધો હતો. આ પછી મેયરે જવાબ આપ્યો હતો કે હાલ 46 જગ્યા ભરવામાં આવશે. તો વિપક્ષના અસ્લમ ખીલજીએ કહ્યું હતું કે પાનવાડા આરોગ્ય કેન્દ્રને પુન: શરુ કરવામાં આવે. આ ઉપરાંત અન્ય એક ચેર ઉપરથી દરખાસ્તમાં 1404 આવાસ યોજનાના મકાનમાં હપ્તા, ટેકસ બાકી છે. તેમા વ્યાજ માફી આપવામાં આવશે જેને સર્વાનુમત્તે મંજુર કરાઈ હતી આ યોજના ત્રણ માસ માટે ની રહેશે.

આ પછી મિલકતવેરા દરમાં વધારો કરાયો છે. તે બાબતે મળેલી વ્યાપક રજુઆતો પછી દર ઘટાડવા માટે દરખાસ્ત રજુ થઈ હતી જેમાં મહત્તમ રહેણાક ની  60 રૂપિયા (પ્રતિ ચો.મી.) અને બિન રહેણાકમાં 130 રૂપિયા (પ્રતિ. ચો.મી.) રાખવા નિર્ણય લેવાયો હતો. કોમાર્સિયલ માં અગાઉ મહત્તમ કેપ 320 સુધી ની હતી.જેમાં ઘટાડો કરી રૂ.130 કરવામાં આવી હતી. આ સમયે અલ્તાફ ખફી એ ચર્ચા માં ભાગ લેતા જણાવ્યું હતું કે દર વખતે એજન્ડામાં ક્ષુલક આઈટમો હોય છે અને મહત્ત્વની દરખાસ્તો અધ્યક્ષ સ્થાનેથી રજુ થાય છે. આથી તેનો યોગ્ય અભ્યાસ થઈ શકે નહીં. શા માટે ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.