ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ માહીતિ આપતાં જણાવ્યું હતું કે, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ટવીટ દ્વારા જણાવ્યું હતું કે “ગાલવાન ઘાટીમાં માતૃભૂમિની રક્ષા કરતાં આપણાં અમર શહીદોનાં સર્વોચ્ચ બલિદાન હમેશાં યાદ રાખવામાં આવશે.
રાષ્ટ્ર હમેશાં તેમનું રુણી રહેશે.શહીદોને હ્રદયપૂર્વકની શ્રધ્ધાંજલિ અર્પણ કરું છું. ભાજપે સમગ્ર દેશમાં પોતાનાં તમામ કાર્યક્રમો,વર્ચ્યુઅલ રેલીઓ વગેરે બે દિવસ માટે સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.”
પ્રદેશપ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ગુજરાતમાં ભાજપનાં તમામ કાર્યક્રમો, વર્ચ્યુઅલ રેલીઓ વગેરે બે દિવસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતમાં બે દિવસ દરમ્યાનની સંસદસભ્યો, મોરચાઓની વર્ચ્યુઅલ રેલીઓ,જીલ્લાનાં તમામ કાર્યક્રમો, વીડિયો કોન્ફરન્સ સંમેલનો બે દિવસ માટે સ્થગિત કરવામાં આવે છે.