રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની રજૂઆતની ફલશ્રુતિ

રેલવેને લગતા વિવિધ પ્રશ્નોનો ત્વરીત ઉકેલ લાવવા માંગ

રાજકોટ રેલવે વિભાગ દ્વારા મુસાફરો તથા સ્ટેશનની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ રેલવે સ્ટેશનમાં લગેજ સ્કેનર મશીન મુકવાનો નિર્ણય લેવામાં આવેલ છે જેને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી આવકારે છે. આ બાબતે રાજકોટ ચેમ્બર દ્વારા જે રીતે એરપોર્ટ ઉપર લગેજ સ્કેન કરવામાં આવે છે તે રીતે રાજકોટના રેલવે સ્ટેશનમાં પણ મુસાફરો તથા સ્ટેશનની સુરક્ષા માટે કોઈપણ વ્યક્તિ પ્રતિબંધિત માલ-સામાન અંદર લઈ જઈ ન શકે તે માટે લગેજ સ્કેનર મશીન મુકવા છેલ્લા ઘણાં વર્ષોથી અવાર-નવાર કેન્દ્રના રેલવે મંત્રી, રાજ્ય સરકાર, જનરલ મેનેજર-ડબલ્યુઆર તથા રાજકોટ ડીઆરએમને રજૂઆતો કરી માંગણી મુકેલ હતી. આમ રાજકોટના રેલવે સ્ટેશનમાં બે લગેજ સ્કેનર માટેના મશીનો મુકવામાં આવશે. એક મશીન મેઈન એન્ટ્રી ગેઈટમાં તથા બીજુ મશીન બુકિંગ ઓફિસના ગેઈટ પાસે મુકવામાં આવશે. વધુમાં રાજકોટ ચેમ્બર દ્વારા રેલવેની પાર્સલ ઓફિસ પાસે પણ લગેજ સ્કેનર મશીન મુકવા.

મુસાફરોને એસ્કેલેટરની સુવિધા, રાજકોટ-સુરેન્દ્રનગર ડબલટ્રેકની કામગીરી તાત્કાલીક પૂર્ણ કરવી, રાજકોટ-મુંબઈ સેન્ટ્રલ-રાજકોટ દુરન્તો એકસપ્રેસ ટ્રેઈનને બોરવલી સ્ટેશને સ્ટોપ આપવો, હમસફર એકસપ્રેસ ટ્રેઈન દરરોજ શરૂ કરવી, હમસફર એકસપ્રેસ અમદાવાદ-મદ્રાસ-અમદાવાદને રાજકોટ સુધી લંબાવવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગણી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.