વેસ્ફેટ ફંડની રિન્યુઅલ ફી ભરનાર ધારાશાસ્ત્રીને બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની સહાય મેળવ્યા હકકદાર
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અને ૧૯૯૨થી ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ મારફતે મુત્યુસહાય તેમજ માદગી સહાય સમીતિ દ્વારા જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને આશિક માંદગી સહાય બાદ કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી આપવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગી સહાય સમીતિના ચેરમેન દિલીપ કે. પટેલ, સભ્ય અનિલ સી. કેલ્લા અને કિશોરકુમાર આર. ત્રિવેદીની મીટીંગ મેળવી. જમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગીસહાય સમીતીમા સમગ્ર ગુજરાતના તાલુકા અને જીલ્લા અંદાલતો માંથી આવેલ કોરોના માંદગી સહિતની માંદગી સહાયની અરજીઓ હાથ પર લેવામાં આવેલી અને જેમાં ૮૧ જેટલા ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે રૂ.૧૫ લાખ ચુકવવાનો નિર્ણય કરવામાં આવેલો ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની વધારાની સહાય માટે ભલામણ કરવામાં આવેલી છે.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા મૃત્યુસહાયનું ફંડ અને માંદગી સહાયનું ફંડની ખાસ અલગ જોગવાઇ કરવામાં આવેલી છે. જેમા, મૃત્યુસહાયના ફંડમાં વેલ્ફેર ફંડ મેમ્બરશીપ ફ્રી. રીન્યુઅલ ફ્રી તેમજ વેલ્ફેર ફંડની ટીકીટ દ્વારા ભંડોળ એકું કરવામાં આવે છે. જયારે માંદગીસહાય રૂલ ૪૦ હેઠળની ફ્રી માત્ર એકવાર લેવામાં આવે છે અને જેમાં જરૂરીયાતમંદ ધારાશાસ્ત્રીઓને વ્યવસાય દરમિયાન મહતમ માંદગી સહાય આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વેલ્ફેર ફંડની રીન્યુઅલે ફી ભરનાર ધારાશાસ્ત્રીઓને જ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની માંદગીસહાયનો લાભ મેળવવા હકકદાર બને છે તેમજ ગુજરાતના ધારાશાસ્ત્રીઓને વધુમાં વધુ રૂ.૯૦ સુધીની માંદગીસહાય આપવામાં આવે છે. તેમજ ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ હેઠળ મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીના વારસદારોને રૂ. ૩,૫૦,૦૦૦ ચુકવવામાં આવે છે. તેમજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં રૂપિયા સાડા વણ કરોડ જેટલી માદગી સહાય ધારાશાસ્ત્રીઓને ચુકવવામાં આવી છે.