કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધતા

સ્ટેશનરી, બુક સેલરો પણ અડધો દિવસ લોકડાઉન પાળશે

જામનગર શહેરમાં હાલની કોરોનાની આ પરિસ્થિતિતને લઈને ધી સીડ્ઝ એન્ડ ગ્રેઈન મરચન્ટ્સ એસોસિએશનના પ્રમુખ જીતુભાઈ લાલ અને માનદ્મંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠાએ તમામ હોદ્દેદારો તેમજ વેપારીભાઈઓ સાથે પરામર્શ કરી વેપારીભાઈઓના અભિપ્રાય મેળવી તા. ૧૬-૯-ર૦ર૦ થી તા. ૩૦-૯-ર૦ર૦ સુધી ગ્રેઈન માર્કેટના વેપારના સમયમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે.

જે પ્રમાણે વેપારનો સમય સવારે ૮ થી ર સુધીનો રહેશે અને વેપારીઓને માલ ગમે તે સમયે ઉતારી શકશે, પરંતુ બપોરે ર વાગ્યા પછી વેંચાણ કે ડિલિવરી કરવાની રહેશે નહીં. તા. ૧-૧૦-ર૦ર૦ થી રાબેતામુજબ વેપારધંધા કરી શકાશે. જામનગર શહેર, જિલ્લા અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરેક વેપારીઓને પ્રમુખ જીતુભાઈ લાલ તથા માનદ્મંત્રી લક્ષ્મીદાસભાઈ રાયઠઠ્ઠા દ્વારા આ નિર્ણયની જાણ કરે તેમાં સહકાર આપવા અનુરોધ કરાયો છે.

સ્ટેશનરી/બુક્સના વેપારીઓનું સર્મન

જામનગર શહેરના વિવિધ એસોસિએશન દ્વારા નક્કી થયા મુજબ તા.૧૬/૯ થી તા.૩૦/૯ સુધી જામનગરના તમામ સ્ટેશનરી અને બુક્સના વેપારીઓને તેમની દુકાન સવારે ૮ થી બપોરે ર વાગ્યા સુધી ખુલ્લી રાખવા માટે જામનગર બુકસેલર્સ એન્ડ સ્ટેશનર્સ મંડળે અનુરોધ કરી કોરોના સંક્રમણને વધુ ફેલાતો અટકાવવા વેપારીઓના નિર્ણયને સર્મન આપ્યું છે.

શાકભાજી, ફળોના પાથરણાવાળાને ખુલ્લા મેદાનમાં ખસેડવા રજુઆત

પૂર્વ કોર્પોરેટર નિલેશ કગથરાએ કોરોના સંક્રમણ અટકાવવા શાકભાજી, ફળોની લારી, પાથરણવાળાઓને ખુલ્લા મેદાનમાં ખસેડવા સુચન કર્યું છે. જયાં સુધી કોવિડ-૧૯ની રસી કે દવા ન શોધાય ત્યાં સુધી વહિવટી તંત્રનો મુખ્ય હેતુ સંક્રમણ રોકવાનો છે. જે અંગે પૂર્વ કોર્પોરેટર નિલેશ કગથરાએ કેટલાક સુચનો કર્યા છે. જામનગરમાં આવેલ સુભાષ માર્કેટમાં દિપક ટોકીઝથી શાકમાર્કેટ સુધી શાકભાજી અને ફ્રુટની રેકડીઓ વેચાણ માટે ઉભી રહે છે તેને ત્યાંથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં તથા તેના જેવા અન્ય ખુલ્લા મેદાનમાં શીફટ કરવું જોઈએ. જામનગરમાં દરબારગઢથી બર્ધન ચોક જતા રસ્તા પર જે ફેરીયા અને પાથરણાવાળાઓ બેસે છે તેમાં સોશિયલ ડિસ્ટન્સ સંપૂર્ણ જળવાતું ન હોય તો તેને પણ આવા અન્ય મેદાનમાં શીફટ કરવું જોઈએ. રણજીતનગરમાં તથા અન્ય જગ્યાએ જે ફેરીયા અને પથારાવાળાઓ બેસે છે તેમાં સોશિયલ ડિસ્ટન્સ સંપૂર્ણ જળવાતું ન હોય તો તેને પણ આવા અન્ય મેદાનમાં શીફટ કરવુ જોઈએ તેવું સુચન કર્યું છે. આમ જનતા શાકભાજી ખરીદવા જાય છે ત્યારે શાકભાજી વેચનાર અને ખરીદનાર વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું કોઈ હિસાબે શકય ન હોવાને લીધે શહેરમાં સંક્રમણ વધી રહ્યું છે. આ સંક્રમણને અટકાવવા જામનગર શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ, બુક બ્રોન્ડ ગ્રાઉન્ડ, નદીનો પટ, સ્કુલ કોલેજના ખાલી પડેલા ગ્રાઉન્ડ વગેરે આવા મેદાનમાં પથારાવાળા અને લારીવાળાઓને નંબરીંગ આપી શીફટ કરવા જોઈએ તેમ તેમણે જણાવ્યું છે.

જામનગરમાં કોરોનાથી વધુ બેના મોત: ૧૨૦ સંક્રમિત

જામનગરમાં કોરોના વાઈરસએ ડેરા-તંબુ તાણ્યા હોય તેમ કેસો ઓછા થતા જ નથી, તો બીજી તરફ મોતનું પણ તાંડવ થઈ રહ્યું છે. આજે બપોર સુધીમાં વધુ અગીયાર દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતાં, જો કે તંત્રએ સત્તાવાર રીતે માત્ર બે દર્દીઓના મૃત્યુની જ જાહેરાત કરી છે. જામનગરમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ દરરોજ વધી રહી છે, જે સારી બાબત ગણાવી શકાય.

વૈશ્વિક મહામારી કોરોનાએ જામનગરમાં ડેરા-તંબુ તાણ્યા હોય તેમ છેલ્લા કેટલાક દિવસથી દરરોજ એકસાથે વધુ લોકો કોરોના સંક્રમિત બની રહ્યા છે. ગઈકાલે પણ શહેરી વિસ્તારના ૧૦૧ અને ગ્રામ્ય વિસ્તારના ૧૯ મળી જિલ્લામાં કુલ ૧ર૦ લોકોના રિપોર્ટ કોરોના પોઝિટિવ મળ્યા હતાં. તો મૃત્યુનો આંક પણ દરરોજ ઊંચો જળવાઈ રહ્યો છે. આજ બપોર સુધીમાં વધુ ૧૧ દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા હતાં, જો કે સત્તાવાર રીતે બે દર્દીઓના મૃત્યુ થયાનું જાહેર થયું છે.હોસ્પિટલમાં દર્દીઓના સાજા થવાનો રિકવરી રેટ પણ સારો છે.

ગઈકાલે પણ ૧ર૯ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જેમાં શહેરી વિસ્તારના ૧૦ર અને ગ્રામ્ય વિસ્તારના ર૭ દર્દીઓનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લામાં હાલ ર૪, એક્ટિવ કેસ છે. જેમાં શહેરના ૧૮૬ અને ગ્રામ્યના અઠાવન દર્દીઓનો સમાવેશ થાય છે. જિલ્લામાં અત્યાર સુધીમાં ૧,ર૭,૭૪૦ લોકોના સેમ્પલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.