જળાશયની હેઠવાસના વિસ્તારના લોકોને સાવધાન કરતી મહાપાલિકા

રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના પાણી પુરવઠા યોજનાની જળાશયની સપાટીમાં વધારો તથા યાંત્રિક દરવાજાઓ સાથેના નવા છલતીબંધ લગત કામગીરી પૂર્ણ થઈ છે. ચાલુ સાલ નવી સપાટી સુધી પાણી ભરવાનું આયોજન સિંચાઈ વિભાગ દ્વારા હાથ ધરાયેલ છે. જેને ધ્યાને લઈ જળાશયની ઉપરવાસના અસરગ્રસ્ત આ આસામીઓ તેમજ જમીન તથા મિલકત ધરાવતા આસામીઓ તેમજ અગાઉ સંપાદન કરાવેલ સરકારી તેમજ ખાનગી જમીનમાં જે આસામીઓએ જળાશયની નવી સપાટી વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરેલ છે. તે સમગ્ર લાગતા વળગતા આસામીઓને આ નોટીસથી જણાવવામાં આવે છે કે આવા દબાણો દુર કરી અને તેઓના માલ-મિલકતને ખસેડી સલામત સ્થળે લઈ જવા તાત્કાલિક અસરથી કાર્યવાહી થવા ચેતવણી આપવામાં આવે છે. આ ઉપરાંત જાહેર રસ્તાઓ તથા સીમતળના ગાડામાર્ગ વગેરેને પણ જયાં આગળ અસર થવા પામશે. તેને પણ ઉંચા લેવાની કામગીરી હાથ પર હોય. જેને ધ્યાને લઈ જાહેર જનતાને સાવચેતી રાખવા ચેતવણી આપવામાં આવે છે. નદીના નીચવાસમાં પણ જયાં આગળ નદીના ભાગમાં ગેરકાયદેસર રીતે સ્થાયી તથા અસ્થાયી દબાણ કરેલ હોય અને વસવાટ કરેલ હોય તેવા આસામીઓ તાત્કાલિક અસરથી તેઓના ઢોર-ઢાખર તથા માલમિલકત સાથે સલામત સ્થળે સ્થળાંતર કરે તેવી ચેતવણી આપવામાં આવે છે. જેથી હવે પછી દરવાજાઓમાંથી છોડનાર પાણીથી નુકસાન થવા ન પામે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.