પશ્ર્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ-સિકંદરાબાદ વચ્ચે દોડતી ફેસ્ટીવલ સ્પેશિયલ ટ્રેનને ૧ એપ્રિલ ૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ ડીવીઝનના સિનીયર ડી.સી.એમ. અભિનવ જેફ દ્વારા અને ટ્રેનના અન્ય ફેરાઓનું વિવરણ આપવામાં આવ્યું છે.
રાજકોટ સિકંદરબાદ વિશેષ ટ્રેન દર સોમવાર, બુધવાર અને ગુરૂવારે રાજકોટથી સવારે ૫.૩૦ વાગ્યે રવાના થઇને બીજા દિવસે ૮.૧૦ કલાકે સિકંદરાબાદ પહોચશે, આ ટ્રેન ર૧ જાન્યુઆરીથી ૧ એપ્રિલ સુધી દોડશે, આજ પ્રમાણે સિકંદરાબાદ-રાજકોટ વિશેષ ટ્રેન દર સોમવાર, મંગળવાર અને શનિવારે સિકંદરાબાદથી ૩ વાગ્યે બપોરે રવાના થઇને ૫.૫૦ વાગ્યે રાજકોટ પહોચશે. આ ટ્રેન ૧૯ જાન્યુઆરીથી ૩૦ માર્ચ ૨૦૨૧ સુધી દોડશે.યાત્રા દરમિયાન આ ટ્રેન બન્ને બાજુએ વાંકાનેર, સુરેન્દ્રનગર, વીરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, અંકલેશ્ર્વર, સુરત, વલસાડ, વાપી, વસઇ, ભિવંડી, કલ્યાણ લોનાવાલા, પુર્ણે, દોંડ, શોદાપુર, કલબુરગી, વાડી, ચિતાપુર, સેરમ, તાઁડૂર તથા બેગમ પેટ સ્ટેશનો પર રોકાશે. આ વિશેષ ટ્રેનમાં એ.સી. ર ટાયર, એ.સી. ૩ ટાયર, સ્લીપીંગ અને દ્રિતીય શ્રેણીની સીટીંગ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.આ ટ્રેનનું બુકીંગ નિર્ધારીત પી.આર.એસ. કાઉન્ટર અને આઇ.આર.સી.ટી.સી. વેબસાઇટ પર ૧૦ દિવસના રજીસ્ટ્રેશનના સમયગાળા અનુસાર શરુ થશે. આ ટ્રેન સંપૂર્ણ રજીસ્ટ્રર્ડ તેમજ વિશેષ ભાડા સાથે ચાલશે, વિશેષ ટ્રેનોના રોકાણ અને સમય વિશેની વિસ્તૃત જાણકારી માટે મુસાફરોને ૂૂૂ. યક્ષિીશિુ. શક્ષમશફક્ષફિશહ. લજ્ઞદ.શક્ષ પરથી મેળવી શકાશે.