કોવિડ ડયુટી માટે 300 થી વધુની તૈયારીમાં
ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે આજે તમામ નર્સિંગ કોલેજીસના આચાર્યો સાથે બેઠક યોજીને, નર્સિંગના બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની નર્સિંગ સહાયક તરીકે સેવાઓ નવી સ્થાપિત કરાઈ રહેલી કોવિડ હોસ્પિટલો માટે લેવા અંગે વિચાર વિમર્શ કર્યો હતો.
જેમની સેવાઓ લઈ શકાય તેવા અંદાજે 750 નર્સિંગ વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી. જેમને બે દિવસમાં નિમણુંક પત્રો આપી દેવામાં આવશે. આ ઉપરાંત ત્રણ મહિનાની કોવિડ ડ્યુટી માટે ભરતીની જાહેરાત આપવામાં આવી હતી. જેના પ્રતિભાવમાં 200થી વધુ આયુષ તબીબો અને 100 થી વધુ તાલીમબદ્ધ નર્સોની અરજીઓ મળી છે. આ અરજીઓની ચકાસણી કરીને નિમણુંકના આદેશો આપવામાં આવશે.